________________
ઉપદેશામૃત હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પોતાના પતિને પરમેશ્વરબુદ્ધિએ વિચારવા. તેમનો વિનય, વૈયાવચ્ચ સાચવી તેમના ચિત્તને પ્રસન્નતા થાય તેવાં વચનથી સંતોષ કરવો અને તેમના ચિત્તમાં કાંઈ પણ ખેદ ન થાય તેમ કરવું. જો કાંઈ તેમને ખેદ હોય તો તેમાં બને તો ભાગ લેવો. તે મહા તપનું કારણ છે.
આ જીવને ખેદનું કારણ મૂકવા જેવું છે. “પંખીના મેળા', “વન વનકી લકડી', કોઈ કોઈનું છે નહીં. તેમ અત્યારે જે કાંઈ બની આવે તે, પોતાને સમજવા જેવું છે તે, તો આત્માર્થ છે. તે સિવાય બીજું કર્તવ્ય નથી. વઘારે શું લખવું તે સૂઝતું નથી. વળી બાહ્યવૃષ્ટિ જે જે જુએ છે તે આત્મા નથી અને આત્માને તો ખાસ જાણવાની જરૂર છે. તેમાં જીવને ખામી શું છે? તે વિચારવા જેવું છે. તે એ છે કે બોઘની ખામી છે. શરીરની શાતાને ઇચ્છીને, પોતાની કલ્પનાને લઈને જીવ સત્સંગ મેળવી શક્યો નથી. આયુષ્યનો ભરોસો નથી. ક્ષણભંગુર દેહ છે. આખું શરીર રોગથી જ ભરેલ છે. ત્યાં શું કહેવું ? પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં વિઘ કરનાર પ્રમાદ, આળસ અને પોતાની કલ્પનાથી સત્સંગ કરવાનું બની આવ્યું નથી તે.
આ મનુષ્યભવ પામીને તો એક સદ્ગુરુની ઓળખાણ કરી તેની આજ્ઞાની ભાવનાએ કાળ વ્યતીત કરવાની જરૂર છે. “બાપા, ઘો, ઝાણાતવો ' શ્રી તીર્થકરાદિકે જીવનો ઉદ્ધાર થવાને માટે “દાન, શીલ, તપ અને ભાવ' કહેલાં છે તે પોતાની કલ્પનાએ જે કાંઈ કરે છે તે બંધનરૂપ થઈ પડે છે. તેનું સ્વરૂપ સમજાયું નથી. જો તેનું સ્વરૂપ સમજાય તે જીવને સમ્યક્ત પામવાનો પોષ થાય છેજી. બાકી તો સૌ સાધન બંધન થયાં' છેજી.
અહો ! જીવ, ચાહે પરમપદ, તો ઘીરજ ગુણ ઘાર; શત્રુ-મિત્ર અરુ તૃણ-મણિ, એકહિ દૃષ્ટિ નિહાર. ૧ વિતી તાહિ વિસાર દે, આગેકી શુઘ લે; જો બની આવે સહજમેં, તાહિમેં ચિત્ત દે. ૨ રાજા રાણા ચક્રધર, હથિયનકે અસવાર; મરના સબકો એક દિન, અપની અપની વાર. ૩ કહાં જાયે, કહાં ઊપને, કહાં લડાયે લાડ;
ક્યા જાનું કિસ ખાડમેં, જાય પડેંગે હાડ! ૪ જૈનઘર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય. ૫ સમકિતી રોગી ભલો, જાકે દેહ ન ચામ; વિના ભક્તિ ગુરુરાજકી, કંચન દેહ ન-કામ. ૬. જ્ઞાનીકું વિસ્મય નહીં, પરનિંદક સંસાર; તજે ન હસ્તી ચાલ નિજ, ભૂંકત શ્વાન હજાર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org