________________
પત્રાવલિ–૧
૭૫ વિષયકષાય અને રાગદ્વેષથી સુખદુઃખ માને છે તે બધું ખોટું છે, એમ જીવે જાણ્યું નથી અને બંઘનથી મુક્ત થયો નથી. અજ્ઞાનને લઈને અનંતકાળ ગયા છતાં હજી જીવે પોતાની કલ્પનાએ સુખદુખ માની, ઘર્મ-અધર્મ પોતાને સ્વચ્છેદે સમજી પરિભ્રમણનું કારણ સેવ્યું છે, સેવે છે અને સેવશે એમ તીર્થંકરાદિકે કહેલું છે.
મનુષ્ય ભવ દુર્લભ છે; તેમાં વળી દુર્લભમાં દુર્લભ સમ્યત્વ પામવું દુર્લભ છે. પ્રથમ તો જીવે સદ્વર્તન-સદાચાર સેવવા અને જેમ બને તેમ રાગદ્વેષ ઓછા કરવા. તેનું કારણ સર્વ પ્રાણી પ્રત્યે વિનયી થવું તે છે. જીવે પોતાના દોષ અનંત છે તે જોયા નથી; અને પરના દોષ ભણી દ્રષ્ટિ જાય છે ત્યાં તે જ દોષ પોતામાં જ આવે છે એવું જીવે જાણ્યું નથી. જો દોષ મૂકીને ગુણ જુએ તો તેનામાં ગુણ આવે. તેમ નહીં થવાનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જોકે જીવ સુખદુઃખ, શાતાઅશાતા પરવશે ભોગવતો આવ્યો છે, અને બાંધ્યાં તે ભોગવવાં તો પડે છે; પણ સમભાવે સહન થતું નથી–સત્સંગની ખામી છે.
દેહની શાતાને માટે જીવ પોતાની કલ્પનાએ સુખ કરવા જાય છે તે દુઃખ થઈ પડે છે. જીવે શું દુઃખ સહન કર્યું નથી તે વિચારતાં નરકાદિ અનંતવાર ભોગવ્યાં જણાય છે. સંકલ્પ-વિકલ્પ, માઠાં પરિણામ–આર્તધ્યાન, રૌદ્રધ્યાન, રતિઅરતિ-આવી જવાથી પોતાની કઈ ગતિ થશે તે વિચારમાં જીવને આવતું નથી. કોઈ જીવ દુઃખ દે છે તે તો આપણો મિત્ર છે, કર્મબંઘનથી છોડાવે છે, પણ ત્યાં સહનશીલતા રહી શકતી નથી. પૂર્વનાં બાંધેલાં કર્મ અત્યારે સમભાવે, સમતાએ નહીં વેદે તો પાછાં વઘારે કર્મ બંઘાઈ તેનો ઉદય પણ આવશે તેવી બીક લાગતી નથી. કાં તો શુદ્ધ આચરણ, સદ્વર્તન, જપ-તપ-દાનાદિક ક્રિયારૂપ સારાં કર્મ જીવ પોતાની કલ્પનાથી કરે છે પણ તે બધું બંધનકારક થઈ પડે છે; પોતાનો સ્વછંદ રોકી કોઈ સત્સંગ-સમાગમને જોગે જે કંઈ દાનાદિ કરે તે આત્મહિતાર્થ છે. - નિજઈદે જીવ કર્યા કરે છે એ મોટી ભૂલ છે. લાભ-અલાભ વિષે જીવે વિચાર કર્યો નથી. પ્રાણી માત્ર સુખને ચાહે છે. પણ સુખ કેમ થાય તે જો સત્સંગે સમજીને કર્યું હોય તો હિત છે. આ તો જીવે એમ જાણ્યું છે જે “હું સમજું છું, હું કરું છું તે ઠીક છે અને કાંઈક સૂક્ષ્મ માન કષાયને લઈને ઘર્મને નામે કરે છે ને બફમમાં રહે છે.
જીવે પરવશે તિર્યંચ આદિનાં ઘણાં દુઃખ ભોગવ્યાં છે. દેહની જતના, સુખને માટે જીવ અમૂલ્ય સત્સંગને હાનિ પહોંચાડી દેહની શાતાને માટે, શાતાશીલિયાપણાના કારણે દવાદિક પરિચય ઘણા કરે છે. પણ બાંધ્યાં એમાંથી કાંઈ ઘટતું નથી અને ભોગવ્યા વગર છૂટકો નથી. જો આટલો મનુષ્ય દેહ આત્માર્થે ગાળે, સત્સંગના જોગે આયુષ્ય જાય તો કેટલા બધા લાભનું કારણ છે, તે કાંઈ વિચારમાં આવ્યું જ નથી. કળિકાળ મહા વિષમ કાળ છે. તેમાં જે જે આત્માના હિતને માટે હોય તેની કાળજી ખાસ રાખવા જેવું છેજી.
આપ સમજુ છો, જીવાત્મા રૂડા છો, પવિત્ર છો. જીવાત્મા કર્મને આધીન રહી, મનુષ્ય ભવ પામી, બાંધ્યાં કર્મથી છૂટવાનો વિચાર નહીં કરે તો પછી બીજા ભવ કેવા થશે તે વિચારી અત્રે જેમ બને તેમ સમતા, ક્ષમા, ઘીરજ, સહનશીલતા કર્તવ્ય છે. મારો સાક્ષાત્ આત્મા છે એમ જાણી, વિચારી ચિત્તને પ્રસન્નતા થાય એવા ઉદ્ગારો, અંતર ભાવ સારા કરવા; પણ બાહ્યના ઉપરના દેખાવરૂપ ભાવ કર્તવ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org