________________
9x
ઉપદેશામૃત “જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ;
ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ.” હે પ્રભુ ! મળે તેની સાથે મળવું અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ફરસનાએ જેમ કાળ નિર્ગમન થાય તેમ સંતોષ રાખીને વર્તવું એ ભાવ છે; શાથી કે ઘાર્યું થતું નથી. “જા વિધિ રાખે રામ, તા. વિધિ રહીએ.” ગુરુકૃપાએ જેમ બનવું હશે તેમ બની રહેશે. અમારે તો સૌનું ભલું થાઓ એમ ભાવના રહે છે. હે પ્રભુ ! તે આપ જાણો છો.
કાળને ભરૂસો નથી. મનુષ્યભવ દુર્લભ છે. ગભરામણ-અકળામણ આવી જાય છે. કોઈ વૈરાગ્યની વાત કરનાર હોય ત્યારે ઠીક લાગે છે. પ્રભુ ! કાળ નિર્ગમન કરીએ છીએ. દેવાધિદેવ પરમકૃપાળુદેવનું શરણું એક આધાર છે. એ પ્રત્યક્ષ પુરુષનો બોધ થયેલ તે વચન સાંભળીએ ત્યારે શાંતિ આવી સારું લાગે છે.
૧૧૭
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
માહ વદ ૮, ગુરુ, ૧૯૮૬ મરણ છે જ નહીં. કલ્પનાથી, અહંભાવ મમત્વભાવથી, ભ્રાંતિથી ભૂલ્યો છે. તે ભૂલી સરુની આજ્ઞાએ સાવઘાન થશોજી. જે જાય છે તે ફરી ભોગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કાંઈ હાનિ નથી. તેથી આત્મા નિઃશંક ભિન્ન દ્રષ્ટા સાક્ષી છે). તે સદ્ગુરુએ જોયો છે. તે શ્રદ્ધ છું, માનું છું. ભવોભવ એ માન્યતા હો !
૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ફાગણ વદ ૮, ૧૯૮૬ આ શરીર સંબંઘમાં વૃદ્ધ અવસ્થાને લઈને દિવસે દિવસે કંઈ કંઈ રંગ બદલાય છે. જાણે કે હવે દેહ છૂટી જશે. પણ દેહનો સંબંઘ પૂર્ણ થતાં સુઘી–જ્યાં સુધી જરા અવસ્થારૂપી હેડમાં રહેવું થશે ત્યાં સુધી બાંધેલી વેદના ભોગવતાં કાળ જશે. પણ પરમ કૃપાળુ દેવાધિદેવના શરણથી તે સદ્ગુરુકૃપાએ તેમના શરણમાં, તેમની આજ્ઞામાં, તેમના બોઘમાં, તેની સ્મૃતિમાં કાળ જાય છે, ભાવ રહે છે તેથી સંતોષ માની કાળ નિર્ગમન કરું છું. ગભરામણ, મૂંઝવણ વૃદ્ધ અવસ્થાનાં બાંઘેલાં વેદનનું ગુરુપસાથે જેમ બને તેમ સમભાવે વેદવું થાય છે.
૧૧૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
વૈશાખ સુદ ૭, મંગળ, ૧૯૮૬ જીવ અનંતા કાળચક્રથી મિથ્યા અજ્ઞાનથી ભ્રમાઈ ભૂલથાપ ખાતો આવ્યો છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો? તેનું ભાન નથી. તેમજ આત્માનું ભાન ભૂલી જીવ મોહનીય કર્મના ઉદયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org