________________
૭૩.
પત્રાવલિ–૧ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
કાર્તિક વદ ૬, શુક્ર, ૧૯૮૬ હે પ્રભુ ! હવે તો કોઈ પ્રકારની મમતા, મોહ, ઇચ્છા, સંકલ્પ-વિકલ્પ કરવાના ભાવ નથી. તેમ છતાં પૂર્વના કર્મોદયે સંકલ્પ-વિકલ્પ ચિત્તવૃત્તિમાં સ્ફરી આવે, ગભરામણ થાય, ગમે નહીં, વળી વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, અને તેના કારણે વેદનીય કર્મ આવે છે તે સમભાવે દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના વચનથી, તેના બોઘથી, જેમ બને તેમ સમતા, ક્ષમા, ધીરજથી સહન કરવું સાંભરે છે. છતાં સત્સંગ વગર ગમતું નથી. જ્યારે જાગૃતિમાં ભાવના પરિણમે ત્યારે બીજું ભૂલી જવાય છે ત્યાં ઠીક લાગે છે; પણ તે તો બહુ વખત રહેતું નથી અને ઉપયોગ બીજામાં જતો રહે છે ત્યાં ગમતું નથી. બહાર દ્રષ્ટિમાં ચેન પડતું નથી અને કોઈ જીવાત્મા સાથે વાત કરવી પડે તે ગમતું નથી, થાકી જવાય છે. આમ થાય છે તેનું શું કરવું ?
કોઈ આત્મહિતકારી વાત કરનાર હોય અને બેઠા બેઠા કે સૂતા સૂતા સાંભળીએ તો ઠીક લાગે. પણ આ કાળમાં તેવી તો જોગવાઈ જણાતી નથી. કૃપાળુદેવનું વચન છે કે આ કાળમાં સત્સંગની ખામી છે. કંઈ ગોઠતું નથી. - આત્માનો બોઘ સપુરુષે કહેલો જે આત્મા છે તેનો નાશ નથી એમ નક્કી છે. છતાં મોહ મૂંઝવે છે. આ મૂંઝવણ કેને કહેવી ? સદ્ગુરુનું વચન છે કે સાતમી નરકની વેદના વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. આમ છે. દુઃખ કેને કહેવું ? હે પ્રભુ ! કંઈ લખી શક્તો નથી. આ બધું મોહનીય કર્મનું ચરિત્ર છે.
૧૧૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨૯-૧૧-૨૯, કાર્તિક વદ, ૧૯૮૬ અશક્તિ તો એટલી છે કે કોઈ વસ્તુ લેતા મૂક્તાં પણ શ્વાસ ચઢી આવે છે. પ્રભુ ! કંઈ ચેન પડે નહીં. આમ છતાં, હે પ્રભુ! અંતર-જીવનમાં અમૃત શ્રી પરમકૃપાળુ ઇષ્ટ સદ્ગુરુદેવે રેડ્યું છે તેથી તથા પ્રકારે સર્વ પ્રસંગે, કાળે વેદન હોય છે, તે આપ પ્રભુ જાણો છો). પ્રભુ ! અંતરમાં શ્રી પરમકૃપાળુના બોઘે ઉદાસીનતા રહે છે. અને આ જે આપણું સ્વરૂપ નથી એવાં કર્મ ઉદયમાં આવ્યું ચેન પડતું નથી, પણ વેદની તો દેહાદિનો સ્વભાવ છે, પ્રભુ ! બાકી જે અંતર શ્રી પરમકૃપાળુદેવના બોઘે રંગાય તે શું અન્યથા થાય? ન જ થાય. એ તો તથા પ્રકારે તેનું વેદન ગમે તે કાળે પણ હોય જ, પ્રભુ!
૧૧૬
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
પોષ સુદ ૬, ૧૯૮૬ કાળનો ભરૂસો નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. માટે સૌ સાથે મૈત્રીભાવે, કરુણાભાવે, પ્રમોદભાવે, મધ્યસ્થભાવે વર્તવું, એવી આજ્ઞા પરમકૃપાળુ દેવાધિદેવશ્રીની છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org