________________
૭૨
ઉપદેશામૃત ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૧૨-૨૯ સં. ૧૯૮૬ દેવાધિદેવ પરમ કૃપાળુદેવે જે આત્મા યથાતથ્ય જોયો છે તે જ જોવાની ઇચ્છા, વૃત્તિ કર્તવ્ય છેજી. બીજે ક્યાંય પ્રેમ-પ્રીતિ કરવા જેવું છે નહીં. હે પ્રભુ ! આપને ઘન્યવાદ આપું છું કે આ કાળમાં આપને પરપદાર્થથી, પરભાવથી મુક્ત થવા ઇચ્છા છે; અને યથાતથ્ય સન્મુખ દ્રષ્ટિ છે. તેથી નમસ્કાર છે. આ દીન દાસ “લઘુ ને પણ એ યથાતથ્ય સ્વરૂપની ભાવના ભવપર્યત અખંડ વર્તો ! તેમજ સર્વને એ સિવાય બીજું કાંઈ કહેવાનું છે નહીં. તે ગુરુકૃપાથી સફળ થાઓ !
૧૧૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
કારતક સુદ ૫, જ્ઞાનપંચમી, ૧૯૮૬ જીવ અનાદિકાળથી પોતાને સ્વચ્છેદે, પોતાની કલ્પનાએ ઘર્મ આરાઘવાનું ઇચ્છે છે તે એ કે મને સત્સંગ નથી; આ કરતાં હું સત્સંગમાં હોત તો મને બહુ લાભ થાત, એવી કલ્પનાઓ ઘણા જીવાત્માઓને થઈ આવે છે. એ જ મોહનીયકર્મના સંકલ્પ-વિકલ્પ જીવ જાણે કે “હું પોતાની દયા ચિંતવું છું; પણ તે દયા નથી. પોતાની દયા તો પુરુષ દેવાધિદેવ સદ્ગુરુએ કહેલી આજ્ઞા ઘીરજથી સમતાથી પોતાના વિકલ્પો બંઘ કરી તે આવતા વિકલ્પો ભૂલી જઈ આરાઘવી તે છે. તે આજ્ઞા પ્રમાણે ઘીરજથી પુરુષાર્થ કરવામાં ભાવ પરિણામ લાવવાં. પોતાની કલ્પના એ કે મને સત્સંગ હોય તો આરાઘના બહુ થાય એમ ઘારી પોતાના ઉદય પ્રારબ્ધને ઘક્કો દઈ પોતાની મરજીએસ્વચ્છેદે ઘણા જીવાત્મા વર્તે છે. તે જીવની ભૂલ છે. વિરહાદિ, વેદનીયાદિના ઉદયમાં જીવ ગભરાય છે. પણ પોતે કલ્પનાએ કલ્યાણ માની તેમ પ્રવર્તતા જીવને વિચારવું ઘટે છે.
“જીવ, તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” તેવી સમજ રાખી જે સમતાભાવ ઘારણ કરવો જોઈએ તે જીવ કરતો નથી. જે જે ક્ષેત્ર ફરસના ઉદયમાં હોય તે પ્રમાણે સમતાએ કાળ વ્યતીત કરી તેવા કાળમાં ભાવના ઊંચી-સત્સંગની રાખવી; પણ તોડીફોડી નાખી ઉદયને ઘક્કો દઈ ઉતાવળ કરવા જેવું નથી. જેટલી ઉતાવળ તેટલી સાંસત, એમ જાણી સમતા, ક્ષમા, સહનશીલતાએ, ચિત્તની પ્રસન્નતાએ વાંચવા-વિચારવાનું નિમિત્ત જોડી શાંતિ પરિણામે ભાવના ભાવવી. જીવે શું શું દુઃખ નથી વેક્યું? કર્મ ઉદય આવ્યે જીવને સર્વ વેઠવું પડ્યું છે. તેમાં આર્તધ્યાન થવા દેવા જેવું નથી.
આ વાત ધ્યાનમાં રાખશો તો આત્માને હિતકારી, કલ્યાણકારી છે. મનને લઈને, કલ્પનાને લઈને આ બધું છે. ક્ષેત્રસ્પર્શના હોય તેમ કાળ વ્યતીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org