________________
પત્રાવલિ-૧
૭૧
આ જીવ નિમિત્તાધીન છે, માટે સાધક નિમિત્તો જોડવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદે કરી જીવ દુ:ખ ઊભું કરે છે. તે પ્રમાદ છોડવા સત્પુરુષોનાં વચનામૃત વિચારવાં. ક્ષણે ક્ષણે કાળ જાય છે, પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. આ જીવ કયા કાળને ભજે છે ? એ વિચારવા જેવું છે.
‘‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.'' સત્સંગના અંતરાયમાં ઉદાસ નહીં થતાં, ઉદાસીનતા (સમભાવ) કર્તવ્ય છે. ગભરાવા જેવું નથી. માર્ગ બહુ સુલભ છે. પણ જીવને એક જ્યાં વૃત્તિ રાખવી, કરવી, જોડવી-પ્રેમ કરવો ઘટે તેમાં, અજ્ઞાનથી પ્રારબ્ધના ઉદયના આવરણને લઈને જીવ દિશામૂઢ થઈ ગયો છે. માટે જરા અવકાશ મેળવી સત્પુરુષનાં વચનામૃતમાં ઊંડા ધ્યાન-વિચારથી અંતરભાવમાં આવવું, અંતરભાવમાં વધારે રોકાવું. બાહ્યભાવનાં નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે. તેની જાગૃતિ રાખી, એક શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્મા છે તેમાં પ્રેમ, ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન રહેવું. બીજું ભૂલી જવા જેવું છે. ‘ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ’’ “સુખદુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં.’’ ‘‘જીવ, તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’’ મનુષ્યભવ દુર્લભ છે. “બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.’’
દૃઢ નિશ્ચય રાખી જીવને જે કરવાનું છે તે એક દૃઢ શ્રદ્ધા. સત્સંગે, સમાગમે સાંભળી, જાણી એક તેનું જ આરાધન ક૨વામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. આ જીવ બફમમાં ગફલતમાં તે જવા દેશે તો પછી પશ્ચાત્તાપ થશે, ખેદ થશે. કારણ વિના કાર્ય થાય તેમ નથી. માટે બને તો કોઈ પુસ્તક-પરમ કૃપાળુદેવનું વચનામૃત વાંચવાનું રાખશો.
⭑
⭑
૧૧૧
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા વદ ૩, ૧૯૮૫
કાળ બહુ કઠણ છે. જેમ બને તેમ સત્પુરુષ, સદ્ગુરુની દૃષ્ટિએ, આજ્ઞાએ આરાધન કર્તવ્ય છે.
વિશેષ લખવાનું કે આપને કે આપ સરખાને રંગરાગનાં પરિણામ વિચારી આત્માને બાહ્ય પરિણતિમાં જાય તેમ કર્તવ્ય નથી. જેમ વૈરાગ્ય-ઉપશમમાં પિરણિત જાય તેમ મુમુક્ષુ પ્રકરણ, અને વૈરાગ્ય પ્રકરણ, ‘યોગવાસિષ્ઠ'નો એક ભાગ વિચારવા જેવો છે. ‘પદ્મનંદીપંચવિંશતિ’ ગ્રંથ પણ વાંચવો-વિચા૨વો, અથવા વચનામૃત વિચારવાં. અર્થ વિચારતાં પોતાની કલ્પનાના આધારે ભાવ વહ્યા જવા દેવા તે ઝેર જેવું સમજવા જેવું છે.
Jain Education International
આ મોકલેલી 'ગરબીઓ પરમ કૃપાળુદેવની કરેલી છે. તેમાંથી કોઈ બહાર પાડી નથી, વિચાર છેજી. બાહ્ય દૃષ્ટિમાં જીવને તણાઈ જવાનો સંભવ જાણી કોઈને આપવામાં આવી નથી.
૧. સ્ત્રીનીતિ બોધક ગરબાવળી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમનું પ્રકાશન.
For Private & Personal Use Only
www.jainelibrary.org