________________
७०
ઉપદેશામૃત
૧૦૮
વિનય, પ્રેમ, ભક્તિ, મૈત્રીભાવ આદિ ભાવનાઓ કહેતાં જીવને અહંકારે સ્વચ્છંદ નહીં રોકાયાથી મોટી ભૂલ થાય છે. પોતાની મતિકલ્પનાએ કોઈ શાસ્ત્ર-ગ્રંથાદિક વાંચી અથવા કોઈ સમાગમથી વચન સાંભળી જીવ કથની કરવાનો, ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે. તે ભૂલ છે. કોઈ પુણ્યના યોગે સત્પુરુષનાં વચનામૃત સાંભળી તેમાંથી લઈ શાખો આપતો, અથવા પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા, ભલું દેખાડવા સૂક્ષ્મ માન અહંકારથી ‘હું સમજું છું' એમ બફમમાં પ્રતિબંધ કરતો, ‘નહિ દે તું ઉપદેશકું' એવાં સત્પુરુષનાં વચનને ભૂલી જીવ ગફલત ખાય છે. પોતાના દોષ જોવામાં આવતા નથી. એવી વાતચીત થતાં જીવ બફમમાં રહી અનંતાનુબંધીને લઈ ઘણા વિકલ્પમાં પોતાની સમજે વર્તે છેજી. તે દેખી દયા ખાવા જેવું છે.
સલાહસંપથી આત્માનું હિત થાય, રાગ દ્વેષ કષાય ઓછા થાય અને ક્લેશ મટી અહિંસા ભાવથી જેમ ભાવહિંસા ટળે તેમ મરજી હતી. પણ કાળની કઠણતા જોઈ, અમારું કંઈ ધાર્યું થતું નથી.
જગતની રચના ચિત્રવિચિત્ર છે. તેમાં દૃષ્ટિ નાખવા જેવું નથી. કોઈ કંઈ બોલે; કોઈ કંઈ બોલે ! એના સામે આપણે શું જોવું ? એ સામી દૃષ્ટિ મૂકવી નથી. આત્મકલ્યાણ, આત્મહિતાર્થ થાય તેમ કરીને ગુરુના શરણે રહી સર્વ પરભાવથી મુક્ત થવું. સર્વ મૂકવા જેવું છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ જેઠ વદ ૩, મંગલ, ૧૯૮૫
અહો ! આ કઠણ કાળમાં આ મનુષ્યભવમાં જે બને તે કરી લેવા જેવું છે. ‘વાની મારી કોયલ’ જેવું છે. કોઈ કોઈનો સંબંધ નથી. ‘એકલો આવ્યો, એકલો જશે.' એવું થઈ રહ્યું છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
⭑ *
Jain Education International
૧૦૯
જીવને અનંત કાળથી પકડ તો હોય છે. પણ પૂર્ણ જેનાં ભાગ્ય હશે તેની દૃષ્ટિ ફરે. સન્માર્ગ સન્મુખ વૃષ્ટિ થવી મહા મહા દુર્લભ છે.
૧૧૦
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા વદ ૨, ૧૯૮૫
“આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે.'' સહનશીલતા એ જ, “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.'' કોઈ રહેવાનું નથી. વૃત્તિને રોકવી. આત્મભાવનામાં, નિજભાવમાં પરિણામ સમયે સમયે લાવવાં; મનને પરભાવ-વિભાવમાં જતું જેમ બને તેમ રોકવું.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ સુદ ૧૪, મંગલ, ૧૯૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org