________________
પત્રાવલિ–૧
૬૯ ૧૦૭. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
જેઠ સુદ ૧૫, શનિ, ૧૯૮૫ ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી અશાતના લાગે છે અને જીવ ગાંડા-ઘેલા પણ થઈ જાય છે. અને મોહનીય કર્મ ઊભું રહે છે તેને લઈને જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરે છે. મોહનીય કર્મ જીવને ભાન થવા દેતું નથી.
માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ.” જેનાં પૂર્ણ ભાગ્ય હશે તેની દ્રષ્ટિ આ દુષમ કાળમાં ફરશે, બાકી તો જીવ મોહનીય કર્મને લઈ ભૂલથાપ ખાય છે; જેમ કે બાપને, માને, ભાઈને, કુટુંબને, દેહને મારાં માને છે. એમ કહે છે કે મારાં નથી, પણ મોહનીય કર્મની ઘેલછાને લઈને જીવ મુઝાય છે. તે સર્વથી હું ભિન્ન છું; મારું સ્વરૂપ જ્ઞાન-દર્શનચારિત્ર છે. તેને જાણવું, દેખવું, સ્થિરપણું થાય છે, તેવું કોઈ સત્સંગથી સાંભળવા છતાં સપુરુષની આજ્ઞાએ આ જીવ વર્તતો નથી તો તેની શી વલે થશે ? - જીવને દુઃખ આવે છે, મરણ થાય છે તે વખતે ગભરાય છે, મુઝાય છે; વળી કોઈને ઘેલછા થઈ જાય છે, અકળાય છે. તેનો દ્રષ્ટા આત્મા છે. તે વિચાર છૂટી જઈ ગભરાઈ મુઝાઈ આર્તધ્યાન કરી જીવ ખોટી ગતિમાં જાય છે. માટે જ્ઞાની પુરુષના વચનામૃતમાં, પત્રોમાં જે જે ભલામણ છે તે વાંચવી-વિચારવી કર્તવ્ય છેજી.
સહનશીલતા, ક્ષમા, ધીરજ કર્તવ્ય છે). ગભરાવાની જરૂર નથી. કર્મ કોઈને છોડે એમ નથી. “ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ.” સમતા, દયાની ભાવનાએ કરી આત્મભાવનામાં ભાવ લાવી કાળ વ્યતીત કરવો. જીવને વીલો મૂકવો નહીં. થોડી વાર વાંચવું, થોડી વાર વિચાર કરવો, થોડી વાર સત્સંગ-સમાગમ કરવો, થોડી વાર વેપાર વગેરેમાં જોડવો. એમ કરી કાળ ગાળવો.
હિમ્મત રાખવી. આત્મા અનંત સત્તાનો ઘણી છે. તે આ સંસારની માયામાં, સંસારની મોહની જાળમાં ગૂંચાઈ ગભરાય છે. ઉપયોગ ઘર્મ છે; પરિણામે બંઘ છે. માઠાં પરિણામ થાય ત્યાંથી સારાં પરિણામ, સારા ભાવમાં આવી જવું, પ્રમાદ ન કરવો. માયા છેતરે છે; ઘડી પછી હમણાં વૃત્તિ ફેરવીશ, એમ વિચારે ત્યાં સુધીમાં તો જીવ મઘના ટીપા જેવી વિષયભોગની ઇચ્છાઓ-તૃષ્ણાઓમાં તણાઈ જાય છે. ત્યાં તેને ટકવા ન દેવો. જો ટકવા દીઘો તો દાવાનલ અગ્નિથી પણ અનંતગણું દુઃખ ઉપાર્જે તેવી અરતિથી મુઝાઈ, જીવ પુણ્યની હાનિ કરી, પાપનાં દળિયાં સંચી ખોટી ગતિએ જાય છે. માટે પુરુષાર્થ, ગુરુ આજ્ઞાએ જે કહ્યો છે તે, કરો. શાતાઅશાતા કર્મ જેવું બાંધ્યું તેવું જીવ ભોગવે છે. જ્યાં જાય ત્યાં લાડવો દાટ્યો નથી. જે સુખ-દુઃખ આવે તે સમભાવથી ભોગવી લેવું; એ ચૂકવું નહીં. એક વિશ્વાસ રાખવો. આત્મા અનંત સુખનો ઘણી છે, અને બહારના સુખની ઇચ્છા રાખી તે ભિખારી થઈ ગયો છે. ઘાર્યું થતું નથી. માટે સમભાવ રાખવો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org