________________
ઉપદેશામૃત ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
સં. ૧૯૮૪ આ સંસારમાં એક ઘર્મ સાર છે. મનુષ્યભવ મેળવવો દુર્લભ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ, વ્યાધિ, દુઃખ આકુળ-વ્યાકુળતાએ આખો લોક ત્રિવિઘ તાપથી બળ્યા કરે છે તે વિચારો, અને અજ્ઞાનથી સર્વિવેક પામવો દુર્લભ છે એમ જુઓ. માટે આ જીવે જેમ બને તેમ આખા દિવસમાં કલાક અડઘો કલાક રાત્રે કે દિવસમાં એકાંતમાં બેસી ભક્તિભાવના, વાંચવું-વિચારવું કર્તવ્ય છે.
ક્ષણ ક્ષણ, સમયે સમયે જીવ મરી રહ્યો છે તેમાંથી જેમ બને તેમ આત્મહિત, કલ્યાણ થાય તેમ આ સંસારમાં કરી લેવું તે આત્માર્થ અને કલ્યાણનો રસ્તો છે. સંસારમાં સ્વાર્થમાં પૂર્વના ઉદયે જે કાળ વ્યતીત થાય છે તેમાંથી પુરુષાર્થ ભણી વૃત્તિ દોરવી, જોડવી. પરમાર્થ જે બને તે કર્તવ્ય છે.
૧૦૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
માગશર સુદ ૩, શનિ, ૧૯૮૫ આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર ફરસના જીવાત્માને સર્જિત હોય છે તેમ બને છે. કોઈનું ઘાટું થતું નથી. ભાવિક સમદ્રષ્ટિ જીવાત્માને ક્ષેત્રફરસનાએ, અવસર અનુકૂળતાએ ચિત્તસમાધિ આત્મહિત કર્તવ્ય છે. જાગૃત રહી, પુરુષાર્થ કર્તવ્ય છેજ. કોઈ વાતે ગભરાવા જેવું નથી. જેમ ચિત્તપ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છેજી. શાતા-અશાતા જીવાત્માને જે ક્ષેત્રફરસના થવી સર્જિત છે તેમ બને છેજ. એમાં કોઈનું ધાર્યું થતું નથી એમ જાણી સમાધિ શાંતિમાં રહેવું એ જ યોગ્ય સમજાય છેજી.
૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ફાગણ વદ ૧૧, ૧૯૮૫ બપોરે આહાર લીઘા પછી કાંઈ ગમતું નથી એટલે વનમાં ભાગી જવાનું બને છે. આંબાની છાંયે જઈ સૂતાં સૂતાં સાંભળ સાંભળ કરવાનું રાખ્યું છે. ગમે તેમ કાળ એના એ લક્ષમાં ગાળવો અને થાય તેટલો પુરુષાર્થ કરવાનું ન ચૂકવું એમ ઘારી શુભ નિમિત્તની ભાવના રાખી પ્રવર્તવું બને છેજી. વનમાં જઈએ છીએ ત્યાં પણ બીજા ભાઈઓ પાંચ-પચીસ આવી પહોંચે છે !
સપુરુષનાં વચન-સ્મરણ મીઠાં લાગે છે. બાકી બીજે ક્યાંય ચિત્ત ગોઠતું નથી. આખો દિવસ વંચાવ વંચાવ કરવું અને સાંભળ સાંભળ કરવું તથા રોગ, વ્યાધિ, જરાનાં નિમિત્તોમાં જતું ચિત્ત બીજે વાળવું એવી વૃત્તિ રહ્યા કરે છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org