________________
પત્રાવલિ–૧ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા સુદ ૭, ૧૯૮૪, શુક્ર; તા.૨૧-૯-૨૮ “જાણ્યું તો તેનું ખરું, (જે) મોહે નવિ લેપાય; સુખદુ:ખ આવ્યું જીવને, હરખશોક નહિ થાય. ઇસ ભવકો સબ દુઃખનકો, કારણ મિથ્યાભાવ; તિનકું સત્તા નાશ કરે, પ્રગટે મોક્ષ - ઉપાય. હોવાનું જે જરૂર તે, મહંતને પણ થાય; નીલકંઠને નગનપણું, સાપ સોયા હરિરાય. નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય,
કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિન્તા જાય ?” ઘીરજ ઘરવી કર્તવ્ય છે; પુરુષાર્થ કર્તવ્ય છે; જેમ બને તેમ પ્રમાદ છોડી ઘર્મઘારણા કર્તવ્ય છે; સત્ ઉપયોગમાં ઘણું રહેવું કર્તવ્ય છે. વ્યાવહારિક પ્રસંગમાં ગભરામણ કર્તવ્ય નથી.
“મનચિંત્યું તે ઇમ હી જ રહે, હોણહાર સરખું ફલ લહે; ગુરુસાખે કીઘાં પચખાણ, તે નવિ લોપે જાતે પ્રાણ. વ્રત લોખે દુઃખ પામે જીવ, ઇસ ભાવનૅ રહે સદીવ.” “મોટું કષ્ટ ગરથ મેળતાં, મહા કષ્ટ વળી તે રાખતાં; લાભહાણિ બેઉમાં કષ્ટ, પરિગ્રહ ઇણ કારણે અનિષ્ટ.”
૧૦૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદ્રપદ વદ ૫, ૧૯૮૪ કળિકાળ છે. આયુષ્યનો ભરોસો નથી. દેહ ક્ષણભંગુર છે. બીજે ક્યાંય દૃષ્ટિ કરવા જેવું નથી. આપણે આપણું કરી રહ્યા જવા જેવું છે. અવસ્થા થઈ છે. જ્ઞાનીનું વચન તો એમ છે કે સર્વ સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. “ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજ્યો ત્યાંથી સવાર.” હે પ્રભુ ! ઉદયાથીન વૃત્તિ ચલિત થઈ જાય છે; પણ હરીફરીને શાની સામા જોવું ? જે જ્ઞાનીની આજ્ઞા છે તે દ્રષ્ટિએ રહેવું.
આ કાળમાં આત્માની ઓળખાણવાળા, આત્માના ભાવવાળા જીવાત્મા થોડા, વિરલા છે. લખ્યું જાય તેમ નથી. “સી સીકે મનમેં સૌ મગન હૈ.” સૌનું ભલું થાઓ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org