SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશામૃત લાડુ છે. મૃત્યુ તો છે જ નહીં. સમતા, ઘીરજ રાખી ક્ષત્રિયપણે વર્તવું. જેટલું આવવું હોય તેટલું આવે; તે બઘાનો નાશ થશે અને આત્માની જીત થશે–નક્કી માનજો. હિમ્મત હારશો નહીં. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. આત્મા મરતો નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ શ્રાવણ સુદ ૩, ૧૯૮૪ દ્રવ્ય દૃષ્ટિર્તિ વસ્તુ થિર, પર્યાય અથિર નિહારિ, ઉપજત-વિનશત દેખિકે, હરષ-વિષાદ નિવારિ.” (કાર્તિકેયાનુપ્રેક્ષા) “જીવ તું શીદ શોચના ઘરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી.” “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિન્તા જાય ?” ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી; ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિષે કે બીજાઓ વિષે વાતો કર્યા કરતો નથી, કેમકે પોતાનાં વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિષે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય–સુખ કે દુઃખ તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ' છે. કદી હિમ્મત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે.” કાળ વિકરાળ ! ભયંકર દુષમકાળ, ઘણા જીવાત્માઓના પુણ્યની હાનિ, દુરાચરણ, વિષયકષાય, માયામોહનાં પ્રબળ કારણ નિમિત્ત જોડીને આત્માનું અહિત કરી નાખે છે. કર્મ-ઉદયને આધીન જીવ બહોળાં કર્મ બાંધી દે છે. જીવને જરા પણ પોતાના આત્મા સંબંઘી દયા આવી નથી અને ઇન્દ્રજાળ જેવા આ સંસારમાં ગોથાં ખાય છે. તેમાંથી કોઈ ભાવિક આત્મા હશે તે ઘર્મનાં કારણ—સત્સંગ, સપુરુષનાં વચન–પર દ્રષ્ટિ રાખી પોતાનો પુરુષાર્થ સવળો કરશે, પ્રમાદ છોડીને જાગૃત થશે. ચેતવા જેવું છે; કાળનો ભરોસો નથી. આયુષ્ય ક્ષણભંગુર છે. યોગ્યતાની ખામીને લીધે કાંઈ લખી શકાતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy