________________
પત્રાવલિ-૧
૬૫
૯૯
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, તા. ૨૦-૧૦-૨૭ જે દી તે દી દેહનો નાશ છે. પણ આત્માનો નાશ નથી. પૂર્વ કાળે પરવશે નરકનાં દુ:ખ વેદનાર આ જીવ હતો તે જ આ જીવ આજે કોઈ સદ્ગુરુનું વચનામૃત ધ્યાનમાં લઈ શ્રદ્ઘાથી ખરું ખાસ માની, સત્સંગથી માન્ય કરી આ દેહ છોડે તો પછી ફિકર નથી. દુઃખ જાય છે, પણ જીવ જતો નથી. સમજણ લઈ સહન કરશે તો અનંતા ભવ નાશ થશે—સમ્યક્ત્વ આરાધી, જન્મમરણ નાશ કરી મુક્ત થશે. માટે શમભાવ, સમતા કર્તવ્ય છેજી.
''
મૃત્યુનો ભય કર્તવ્ય નથી. સમય સમય જીવ મરી રહ્યો છેજી. એક સદ્ભાવની ભાવના કર્તવ્ય છેજી. ૫૨ભાવમાં જીવ જતો અટકાવી સમરણમાં રહો. પર ભૂલી જવું. ‘“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” દુઃખ, સુખ બન્ને બંધન છે. શ્રદ્ધા રાખો; પ્રતીત રાખો; સદ્ગુરુ, સચનને માન આપો. તેમ ભાવ રાખી કરશું તો ખચીત સુખને પામશુંજી. સત્ આત્મા, સદ્ગુરુની પ્રતીત કરવી-કરાવવી તેમાં કલ્યાણ છેજી.
દુઃખ આવ્યે સહન કરવું. આત્મા દેહથી ભિન્ન છેજી. શમભાવ; સમતા; ધીરજ; ક્ષમા.
૧૦૦
શ્રીમદ્ પરમકૃપાળુ દેવાધિદેવ સદ્ગુરુ દેવ શ્રી રાજચંદ્ર પરમગુરુને ત્રિકાળ નમસ્કાર હો ! ત્રિકાળ શરણું હો ! જય ગુરુદેવ ! ગુરુદેવની જય વર્તે, જય વર્તો !
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સં. ૧૯૮૩ શુદ્ધ ચૈતન્યસ્વામી સહજાત્મસ્વરૂપ શ્રી ગુરુદેવ ! જય ગુરુદેવ ! જય
નિર્ભય રહો; મૃત્યુ છે નહીં. કોઈ પણ પ્રકારે ચિત્તમાં ખેદ, હર્ષ-શોક નહીં લાવતાં, કોઈ જાતનો વિકલ્પ-સંકલ્પ નહીં લાવતાં, અંતઃકરણ-મનમાં હર્ષ ઉલ્લાસ લાવો. દુઃખને જાણ્યું, તે જવાનું છે ત્યાં શોક નહીં કરવો. મ્યાનથી તરવાર જુદી છે તેમ દેહથી આત્મા જુદો છે. દેહને લઈને વ્યાધિ-પીડા થાય છે; તે જવાને આવી છે.
આત્મા છે તે સદ્ગુરુએ યથાતથ્ય જાણ્યો છે. જેવો તેમણે જાણ્યો છે તેવો મારે માન્ય છે; ભવોભવ તેની શ્રદ્ધા હો ! મેં તો અત્યારથી તેને માન્ય કરી, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ સહિત કોઈ સંતસમાગમને જોગે જાણ્યો તે મારે માન્ય છેજી. હવે મારે કોઈ ડર રાખવાનો નથી. ઉદયકર્મે મનાય છે, ભોગવાય છે તે મારું નથી, મારું નથી. જે મેં મારું માન્યું છે તે સર્વ મારું નથી, તે સર્વ સદ્ગુરુને અર્પણ છે. મારું છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર, તે સદ્ગુરુએ જાણ્યું છે. તે આત્મા યથાતથ્ય, જેવો છે તેમ, જાણ્યો છે તે મારો; બાકી મારું છે જ નહીં.
Jain Education International
અત્રે સમાધિ છે; તમે સમાધિમાં રહો. સર્વ વસ્તુ સંકલ્પ-વિકલ્પમાં આવે તે તે મારી નથી. જેટલું દુઃખ દેખાય છે તે આત્મા જાણે છે. આત્માનું સુખ આત્મામાં છે. કિંચિત્ હર્ષશોક કરવા જેવું નથી. કોઈ વાટે ખોટ જાય તેવું નથી. કાંઈ અડચણ નથી. સુખ, સુખ અને સુખ છે. પાપ માત્રનો નાશ થવાનો છે; તેવો અવસર છે. રોગ હોય ત્યાં વધારે કર્મ ખપે. બધી વાતે સુખ છે. બેય હાથમાં
5
For Private & Personal Use Only
www.jainelibrary.org