________________
૬૪
ઉપદેશામૃત
જે મળે તેથી સંતોષ રાખી આટલો દેહ, આત્માનું કલ્યાણ થવા, આત્માને અર્થે ગળાશે તો જન્મમરણના અનંતા ભવ છૂટી જશે; એમ જાણી, જન્મમરણનાં દુઃખ છોડાવવા કોઈ સમર્થ નથી માટે પાણી પહેલાં પાળ બાંધવી—પરભાવમાં જતાં અટકાવી પોતીકા આપ સ્વભાવમાં વારંવાર મનને લાવવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૭
આવા દુષમકાળમાં સમભાવ પરિણામે પ્રવર્તવું ઘણું દુર્લભ છે. જીવાત્માઓની પ્રકૃતિઓ જુદા જુદા વર્તનવાળી જોઈ ખેદ થાય છે. સમભાવી જીવાત્મા આ કાળમાં ઘણા જ થોડા દેખાવ દે છે, ત્યાં હવે શું કરવું ? ક્યાં કોઈ કોઈને કહેવા જેવું રહ્યું છે ? કહેવા જઈએ તો તેને ખેદજનક થાય છે. ઘણુંય જાણતા હોઈએ કે સત્પુરુષનો સનાતન જૈન માર્ગ સદ્વિવેક વિનયની પ્રવર્તનાએ વર્તવાનો ઉપદેશ્યો છે. પણ તે આ કાળમાં ઘણો શિથિલ, પ્રમાદી, સ્વચ્છંદી વર્તનાએ વર્તતો દેખાવ દે છે. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે, એવાં વચન સદ્ગુરુએ જણાવેલ છે. માટે આપને તો હવે જ્યાં ત્યાં ક્ષેત્રસ્પર્શના પ્રમાણે કાળ વ્યતીત કરવો. શાતા-અશાતા તે તો પૂર્વના ઉદયે જેમ સર્જિત માંડ્યું હશે તેવું થશે. આપને કાંઈ પણ કહેવા જેવું નથી. આપે દેવાધિદેવ કૃપાળુદેવની સેવા ઉઠાવી છે. આપનું કલ્યાણ થશે. આપ પવિત્ર, રૂડા છો.
⭑
Jain Education International
૯૮
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ જેઠ સુદ ૮, મંગળ, સં. ૧૯૮૩
જન્માંધ કે આંખે પાટા બાંધીને કહે કે મારે સૂર્યનાં દર્શન કરવાં છે તો તે સંભવતું નથી. અનાર્ય ભૂમિ અને એવા સંજોગોમાં પોતાની કલ્પનાથી માની લીધું હોય કે આ સાચું છે, તો તે સાચું હોય તો પણ સાચું નથી. સદ્ગુરુના યોગ વિના કરેલી કલ્પનાઓ મિથ્યા છે. પોતાની માન્યતા આડે સત્ય સમજાતું નથી. ત્યાગ-વૈરાગ્ય વિના અને યોગ્યતાની ખામી હોય ત્યાં સુઘી આત્માનું ભાન થાય નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ભાદરવા વદ ૩, બુધ, ૧૯૮૩
“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન''
ત્રણ ચાર વરસ માહિત થવામાં ગળાય ત્યાર પછી ખબર પડે. વીતરાગ મારગ મહા ગંભીર છે, વેદાન્ત તો એની આગળ શું ગણતરીમાં ? શ્વાસોશ્વાસ આદિ સાધન કાંઈ ખપનાં નથી, કલ્પના છે. માનેલું બધું શેં છૂટે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org