________________
પત્રાવલિ–૧
૬૩ તે મૃત્યુ-મહોત્સવ છે. હરખશોક કરવા જેવું નથી; દ્રષ્ટા રહી જોયા કરો. શ્રદ્ધા માન્યતા તો તે જ. સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરૂજ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૫-૬-૨૭ આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.” જીવનો શિવ થાય છે. માટે પુરુષાર્થ કર્તવ્ય છે. તમે જ તારી આપશો અને તમારી કૃપાએ આમ મળો એમ ન કરવું. કૃપાળુદેવ દેવાધિદેવે કહેલો મંત્ર, તેની આજ્ઞા ઉઠાવી વિચાર, ધ્યાન, મનન, તેમાં દિન પ્રત્યે વૃત્તિ રોકવી. સારા વિચારમાં રહેવું. બીજે મન જતું હોય ત્યાંથી રોકવું અને સત્પરુષોનાં વચનામૃત વાંચવા, વિચારવાં; તેને યાદ લાવવામાં ઉપયોગને જોડવો. ઉપયોગ એટલે આત્મા. જ્ઞાન-દર્શનચારિત્ર–જાણવું, દેખવું, સ્થિર થવું તે–આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ વિચારમાં ચિત્ત લાવવું; મનમાં વિચારવું. તેમાંથી મન બીજે જતું રહે છે ત્યાંથી રોકવું. મહેનત કર્યા વગર મળશે નહીં. પા કલાક, અર્ધો કલાક કે કલાક સુધી એમ રોજ મહેનત કરવામાં કાળ ગાળવો. પા કલાક વાંચવું, પા કલાક અર્થ વિચારવો, શબ્દના અર્થ વિચારવા; જેમકે,
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” એનો અર્થ વિચારવો. તેમ કરતાં એમ ન વિચારવું કે આ તો મન જતું રહે છે, બીજે રહે છે. એમ જે થાય છે તે પૂર્વ કર્મ છે, તે વિઘ પાડે છે. એમ થતું હોય તો ગભરાવું નહીં. પાછું તે અર્થના વિચાર પર મનને લાવવું. એમ લડાઈ કરવી; જેટલું બને તેટલું કરવું. આખા દિવસમાં તેનો સંબંઘ રાખવો, તેમાં ચરી પાળવાની “સાત વ્યસન તે તથા નાટક, ખ્યાલ તથા ઠઠ્ઠામશ્કરી બેચાર બેસી ગમ્મત કરવી” તેમ કરવું નહીં–વિકારમાં મન જાય તેમ કરવું નહીં; ખોટાં નિમિત્ત મેળવવાં નહીં. સારાં સારાં નિમિત્ત જોડવાં સારાં સારાં વચનામૃતનાં વચન સાંભળવાનું રાખવું, બેચાર બેઠા હોઈએ ત્યારે એ સંભળાવવાં, એમાં સર્વની વૃત્તિ, મન દોરવું.
આર્તધ્યાન કરવું નહીં. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી. નહિ બનવાનું નહિ બને. પૂર્વ ભવનાં બાંઘેલાં ભોગવવાં પડે છે, તે ભોગવતાં હાયવોય થાય છે; વળી પાછાં જન્મમરણનાં દુઃખ છે. આ અવસર હારી ગયો તો ફરી મળશે નહીં, એમ વિચારી અત્યારે હાલ જેમ બને તેમ સર્વિચારમાં કાળ ગાળવો. ખોટા વિચાર આવે ત્યાં તે બંધ કરી દેવા. ક્ષમા, સમતા, ઘીરજ રાખતાં શીખવું, પૂર્વનાં બાંઘેલાં છે તેથી દુઃખ-સુખ આવે છે. માટે, હવેથી બાંધતાં વિચાર રાખતાં શીખવું. કોઈ પર મોહ કરવો નહીં. મોહથી રાગદ્વેષ થાય છે, બંઘન થાય છે. સમભાવ રાખવો. ખમી ખૂંદવા શીખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org