________________
૬૨
ઉપદેશામૃત
ભૂલ છે. તે ટાળવાને સત્સમાગમે તે વિચારવા યોગ્ય છે. દેહને વિષે જે આત્મબુદ્ધિ છે તે સંસાર વધારે છે અને આત્માને વિષે આત્મબુદ્ધિ જેને છે તે મુક્તિ પામે છે એ ભાવ અને એ પરિણામે છૂટવાનો બોઘ કોઈ જ્ઞાનીના વચન-સત્સંગે વિચારી હૃદયમાં ઘારવા યોગ્ય છેજી.
“બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.’’
આ વાતની હૃદયમાં ઘારણા કરી રાખી, સત્સંગ-સમાગમે આ જીવને તે લાભ લેવાનો અવસર છેજી.
૯૪
१‘“ अनादरं यो वितनोति धर्मे, कल्याणमालाफलकल्पवृक्षे । चिंतामणिं हस्तगतं दुरापं मन्ये स मुग्धस्तृणव जहाति ॥१९॥ निषेवते यो विषयं निहीनो धर्मं निराकृत्य सुखाभिलाषी । पीयूषमत्यस्य स कालकूटं सुदुर्जरं खादति जीवितार्थी ॥२३॥” શ્રી અમિતગતિ શ્રાવકાચા૨ (પ્રથમ પરિચ્છેદ) “અર્થ−રજો નીચ પુરુષ ધર્મકા નિરાકરણ કરી સુખકા અભિલાષી વિષયનિકી સેવૈ હૈ સો અમૃતકો ત્યાગિ કરિ જીવનેકા અર્થાં પ્રબલ કાલકૂટ વિષકું ખાય હૈ.” (૨૩, અ૰ શ્રા૰) જીવને ઉદયકર્મ ફળ ભોગવતાં ઉદાસ નહીં થતાં ઉદાસીનતા (સમભાવ) કર્તવ્ય છેજી. જાગૃત થા; જાગૃત થા.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ કાર્તિક વદ ૧૧, ગુરુ, ૧૯૮૩
૯૫
Jain Education International
દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છેજી. આત્મા અજર છે, જ્ઞાનદર્શનમય છે, દેહના સંયોગે હોવા છતાં દેહથી ભિન્ન છે. તેને શાતા-અશાતા વેદનીય હોય તો પણ તે કિંચિત્ માત્ર દુ:ખમય નથી. આત્મા છે તે મારું સ્વરૂપ છે. તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયનો કાળે ક્ષય થાય છે. ત્યાં તે વેદનીનો ક્ષય થયે, નાશ થયે, મૃત્યુ-મહોત્સવ છે. કર્મનો નાશ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ચૈત્ર સુદ ૭, ગુરુ, ૧૯૮૩
૧. કલ્યાણની પરંપરારૂપ ફળને દેનાર કલ્પવૃક્ષ જેવા ધર્મમાં જે અનાદર વધારે છે તેવો મૂઢ પુરુષ ખરેખર હાથ લાગેલા દુર્લભ ચિન્તામણિને તૃણની જેમ વૃથા ફેંકી દે છે !
૨. જે નીચે પુરુષ ધર્મને છાંડી સુખને અર્થે વિષયોને સેવે છે તે જીવવાની આશાથી અમૃતને છોડી કાલકૂટ વિષ ખાઈ રહ્યો છે !
For Private & Personal Use Only
www.jainelibrary.org