________________
પત્રાવલિ-૧
૧
આપનો પત્ર વાંચી ખેદ, ખેદ અને ખેદ સાથે દિલગીરી થઈ છે. અહો ! આ જીવને મનુષ્યભવ પામી કાળનો ભરોસો કર્તવ્ય નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજતો હશે ? ખોટી ગતિનાં કારણો મેળવવામાં આ જીવે કાળ ગાળ્યો છે. તો મનુષ્યભવ પામીને અત્યારે ચેતવા જેવું છે કે પોતાના આત્માનું કલ્યાણ થાય તેમ કરવું.
ઘન મેળવતાં દુઃખ, ખરચાઈ જતાં દુઃખ; તો તેવા ક્લેશકારી ઘનને ધિક્કાર છે ! આ દેહને પોષીને સુખ ઇચ્છે તેને સુખ કેવું મળશે તેનો કાંઈ વિચાર આવે છે ? આત્મા શું છે અને આ સંજોગો એ શું છે ? અને જીવ માની રહ્યો છે તે મિથ્યાત્વ છે, એ ક્યાં સમજાયું છે ? બાંધ્યાં કર્મ ભોગવતાં કોણ આડું આવશે એનો કાંઈ વિચાર થાય છે ?
મનુષ્યભવ તો દુર્લભ કહ્યો છે. ઘારે તો થોડા કાળમાં મોક્ષ થાય તેવું છે અને સર્વ સુખ પામે તેમ છે. છતાં આ જીવ પોતાના સ્વચ્છેદે, પોતાની ઇચ્છાએ, પોતાની સમજણે જે વર્તન કરે છે તે આ જીવને મહાદુર્ગતિ-દુઃખનું કારણ થઈ પડશે. તે વખતે કોણ છોડાવવા સમર્થ છે ? ફરીને આવો જોગ ક્યાંથી મળશે ? આ ચિંતામણિ સમાન અવસર જતો રહ્યો તો પછી પૃથ્વી, પાણી, નિગોદમાં અનંતો કાળ પરિભ્રમણ કરવું પડશે. તેની દયા ખાવાને આ અવસર છે કે કેમ ? જો જીવ શ્રદ્ધા રાખી જીવના હિત-કલ્યાણને માટે નહીં ચેતે તો પછી તેનું પરિણામ ખોટું આવે.
હજુ ચેતવા જેવું છે. અનાર્ય જીવોને સંગ-સમાગમ, અનાર્ય દેશ એ તો મહા અનર્થકારી છે. ચેતવા જેવું છે. માટે જેમ બને તેમ આટોપી લેવાય અને ચેતાય અને આત્માની દયા ખવાય એ કર્તવ્ય છે. પત્રથી શું લખાય ? જે કાળ જાય છે તે પાછો આવતો નથી. ક્ષણ લાખેણી જાય છે. સમર્થ નાયમ મા પમાણ’ એનો ઊંડો વિચારવા જેવો આશય છે. શું કરવું ? યોગ્યતાની બહુ ખામી છે. સંસાર સેવવો અને મોક્ષ થાય એમ માનવું એ કેમ બને ? સંસારના ભોગ વૈભવમાં રહેવું, સંસાર સેવવો, એમાં વહાલપ, એમાં પ્રીતિ રાખવી ને વૃત્તિ છેતરે; તેવો માર્ગ હશે કે કેમ? વિશેષ શું કહીએ ?
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
આસો વદ ૧૧, સોમ, ૧૯૮૨ આપણે આપણું કરવું છે'. તેમાં કોઈ જીવાત્માનું હિત થાય તો આપણું હિત સમજવું. પરમ કૃપાળુ દેવનું કહેલું વચન યાદ આવ્યાથી અત્રે આ પત્ર દ્વારા વિદિત કર્યું છે તે એ કે “હે મુનિઓ ! બહાર નીકળશો તો એકલો વિક્ષેપ જ ભર્યો છે.”
આત્માનું મૂળ જ્ઞાન ક્ષાયિક અને પરિણામિક ભાવે રહેલું છે'. તે હાનિવૃદ્ધિ પામતું નથી. તે ભૂલીને દેહાદિકમાં આત્મબુદ્ધિ કરી છે અને રાગદ્વેષમોહાદિ પ્રકૃતિભાવ-પરિણામમાં આત્મબુદ્ધિ કરી છે. હું જ્ઞાની છું, અજ્ઞાની છું, ક્રોથી છું, મોહી છું, ઇત્યાદિકમાં આત્મભ્રાંતિ થઈ છે; તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org