________________
દ
ઉપદેશામૃત “તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંઘ નસાય.”
–શ્રી ટોડરમલ આસ્રવભાવ-અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ; નમી સહજ આનંદમય, અચલિત અમલ અનુપ.”
–શ્રી ટોડરમલ “સી સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ?”
-શ્રીમદ્ રાજચંદ્ર આ જીવને બોઘની અવશ્ય જરૂર છે. બોઘ એ સમતિ પમાડે છે. માટે, આ જીવનું પણ જેમ હિત થાય તેવી દયા અંતરમાં લાવી, આ મનુષ્યદેહે જોગ મળેલો છે તો ચેતી લેવું યોગ્ય છે. ફરી ફરી આ જોગવાઈ મળતી નથી.
જોકે જીવને અનંત વાર પુદ્ગલિક સુખ મળ્યું છે, મેળવવાની ઇચ્છાએ વર્તેલ છે; પણ તેથી સુખ થયું નથી. માટે પોતાનું હિત ચિંતવવું. વિશેષ શું લખવું ?
ચિત્તવૃત્તિ ઉદયકર્માઘાન હોવાથી, લખવાની વૃત્તિ હતી, પણ લખાયું નથી. વૃદ્ધ અવસ્થા છે, શાતા-અશાતાના ઉદયનું સમભાવે વેદવું કરાય છે થાય છે. શમભાવ, સમાધિ, ક્ષમા, સમતા.
શાંતિઃ શાંતિઃ પાવે નહિ ગુરુગમ બિના એહિ અનાદિ સ્થિત.” નિર્ભય થવાની જરૂર છે. જીવને વિશ્રાંતિ આવી નથી ત્યાં બોઘનું અવશ્ય જરૂર કામ છે).
“વું સંમંતિ પસહ તં મોતિ પાહી,
जं मोणंति पासहा तं संमंति पासहा" સમ્યત્વ વસ્તુ અપૂર્વ છેછે. એટલું જ કર્તવ્ય છેજી તો સફળપણું જી.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ,
શ્રાવણ સુદ ૮, મંગળ, ૧૯૮૨ જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.”
–શ્રીમદ્ રાજચંદ્ર ઉદ્ધતાઈ કરી પોતાની મતિકલ્પનાએ એટલે સ્વચ્છેદે કોઈ પદાર્થનો નિર્ણય કરવો યોગ્ય નથી. એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે, તીર્થંકરાદિએ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org