________________
પત્રાવલિ−૧
‘ ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.''
તે આત્મા જ્ઞાનીએ જ્ઞાનીની દૃષ્ટિએ જોયો છે. તે ભાવની પરિણિત મનમાં, ચિત્તમાં, ભાવમાં કર્તવ્ય છેજી.
૯૦
Jain Education International
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ, ચૈત્ર વદ ૧૨, સોમ, ૧૯૮૨
આવી નાની ઉંમરમાં પણ જીવને દેહ છૂટી જાય છે. તો તેનો વિશ્વાસ નહીં રાખતાં આપને પણ જેમ બને તેમ ત્યાગ-વૈરાગ્યની ભાવના કરી વિશેષ જાગૃતિ કરી આત્મહિત ભણી જોડાવું કર્તવ્ય છેજી. સ્વજન-કુટુંબ, પુત્ર-પુત્રી આદિ પોતપોતાના પૂર્વ પુણ્ય વડે જે પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે સુખ-દુઃખ ભોગવી શકે છે. પોતાનું ધાર્યું કાંઈ બનતું નથી તો જેમ બને તેમ ધર્મ-આરાધન અર્થેપરમાર્થે આ દેહ ગાળવો ઘટે છે. ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે. કોઈ કોઈનું થયું નથી. માટે સમભાવે પોતે પોતાનાં બાંધ્યાં કર્મ વેદી ભોગવી લેવાં, પણ કોઈ જીવ પ્રત્યે ઇચ્છા, મોહ, તૃષ્ણા કર્તવ્ય નથી. નિર્ભય રહેવું. કોઈ પ્રકારનો ભય રાખવા લાયક નથી. સત્સંગ, સંત તથા સત્પુરુષનાં પ્રત્યક્ષ વચનામૃતોનો જોગ મળ્યો, ને તે શ્રદ્ધા-તૃઢત્વ જો આ મનુષ્યભવમાં થયાં તો જીવનું કલ્યાણ, સફળપણું થયું સમજવું. અનંતવાર મનુષ્યભવ પણ મળ્યા, સંજોગવિજોગ અનંતવાર થયા, જન્મમરણ થયાં, ત્રિવિધ તાપનાં અસહ્ય દુઃખો વેઠ્યાં, પણ જીવને શાંતિ આવી નથી; માટે ખરેખરો જોગ આટલા ભવમાં મળ્યો છે, તેનો લાભ લેવા ચૂકવું નહીં. સંસારની મોહમાયામાં જે જીવ ખૂંચ્યા છે તે જીવ દુઃખી થયા છે; પણ નિકટભવી જીવ આ અવસરે જાગૃત થઈ સફળપણું કરી લે છે. ચેતવા જેવું છે.
૫૯
આપ સમજુ છો. કોઈ વાતે ખેદ કરો તેમ નથી. પૂર્વના સંજોગે ક્ષયોપશમ સારો છે, તે સંસારની માયામાં કાઢવો નહીં. અવસર આવ્યો છે-ચેતી લેવા જેવો. કાળ ગટકાં ખાઈ રહ્યો છે; લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. ઘણા જીવો આવા મનુષ્યભવ પામી આત્માનું કલ્યાણ કરી ગયા છે, એમ જાણી પૂર્વના ઉદય, વ્યવસાય, પ્રારબ્ધ છે તે સમભાવે વેદી, ક્ષમા ધારણ કરી, આત્માના હિત માટે બળ કર્તવ્ય છે. બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી, તેમ સત્પુરુષાર્થ કર્તવ્ય છે.
“जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेण । असबल - असं किलिट्टा ते
પરિત્તમંસરા ||’’ (મૂલા ૨, ૭૨)
જિન ભગવાનના પ્રવચનમાં જે આત્મા અનુરાગી છે, ગુરુ—આપ્ત પુરુષના વચનામૃતમાં જેના ભાવ વર્તે છે, જે મિથ્યાત્વથી રહિત છે (સમ્યક્ પરિણામી છે) અને જેનાં પરિણામ સંક્લેશવાળાં નથી થતાં તે પરીતસંસારી, સમીપમુક્તિગામી હોય છે એટલે સમ્યક્ત્વને પામી મુક્ત થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org