________________
ઉપદેશામૃત “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિંતા જાય ?” ત્રિવિઘ તાપથી આખો લોક બળ્યા કરે છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે; લીઘો કે લેશેજી. આ જીવ કયા કાળને ભજે છે ? ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું. કાળનો ભરૂસો નથી.
ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે;
તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.” તત્ત્વ એટલે આત્મા છે'. મોહમમત્વ ઓછાં કરવાં ! તૃષ્ણા નહીં કરવી.
“ક્યા ઇચ્છત ખોવત સબે, હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”
આત્મભાવે પ્રણામ. અહંકાર કરવો નહીં. દુઃખ આવે ત્યાં સહન કરવું. મનમાં ચિંતવના ખોટી ખોટી આવે ત્યારે સ્મરણમાં મંત્ર સંભારવો. મનને રોકી બીજું વાંચવું, વિચારવામાં મનને રાખવું. મનને જેમ બને તેમ કરી પરમાત્મા કૃપાળુદેવમાં જોડવું ને તેમનાં લખેલાં વચનામૃતો ભણવાં. મનુષ્યભવમાં ઘર્મધ્યાન ચિંતવવું. ચિંતવન આત્માનું કરવું; આત્મા છે, નિત્ય છે, ર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તે છ પદનો પત્ર વાંચશો, વિચારશો. આત્મસિદ્ધિ મુખપાઠ કરવી; સંકલ્પવિકલ્પ કાંઈ કરવા નહીં. જ્ઞાની તીર્થકર ભગવાને આત્મા જામ્યો છે તેવો છેજી, તે માટે માન્ય છે. મારે તો તેણે જે આજ્ઞા કહી છે તેમ કરવું કર્તવ્ય છે. સ્વચ્છંદ રોકવો. STU વો–આજ્ઞા તે ઘર્મ છેજી.
શાંતિઃ શાંતિઃ
૮૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,અગાસ;સં. ૧૯૮૨ વિશેષ વિનંતિ સાથે આપશ્રીને જણાવવાની સૂચના એ છે જે પ્રથમ, સમાગમે આપને ઘણા ફેરા કહેવામાં આવેલ છે તે આપના સમજવામાં છે છતાં વિસર્જન ન થાય તે અર્થે અત્રેથી જણાવવાનું એ છે કે શ્રીમદ્ સદ્ગુરુ દેવાધિદેવ તેની આજ્ઞાએ ભાવની પરિણતિ સાથે વાંચવું વિચારવું કર્તવ્ય છે'. તે ગફલતમાં ન જાય તેમ ધ્યાનમાં લેશોજી.
આપે જે પત્રમાં લખાણ કરેલ છે તેમાં જરા આજ્ઞાનો ભાવ અમારા ઉપર રાખો છો, તે ભાવ કરતાં સદ્ગુરુની આજ્ઞાએ અત્રેથી જણાવવું થાય છે કે તેની પ્રતીતિએ આપણે વાંચવું વિચારવું યોગ્ય છે. બાકી અમારો અભિપ્રાય એ છે જે તેની આજ્ઞાએ અમારા કહેવાથી તે પ્રતીત કર્યો કલ્યાણ, આત્મહિત સમજાયું છે. તે આજ્ઞા માગી લક્ષ લેવા યોગ્ય છે.
ચિત્તવૃત્તિ પર્યાયવૃષ્ટિમાં પરિણમવાથી બંઘન થાય છે. તે વૃત્તિ રોકી આત્મભાવ–શાનીની દ્રષ્ટિએ, જેણે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તે ભાવ-તેની આજ્ઞાએ માન્ય કરવા યોગ્ય છે.
“શુદ્ધતા વિચારે ધ્યા, શુદ્ધતામેં કેલિ કરે;
શુદ્ધતામૈં સ્થિર વહે, અમૃતઘારા વરસે.” “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org