________________
પત્રાવલિ-૧
પ૭ દર્શાવેલી ગાથામાં જે પરમાર્થ છે તે પરમ અર્થ આત્મામાં જો ભવ્ય જીવ ઘારણ કરશે તો તે અનંત ભવનાં કર્મો નાશ કરી પરમપદની એટલે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકશે અર્થાત્ મોક્ષને પામશે. એવો અપૂર્વ અર્થ છે ! માટે વારંવાર મનન કરશોજી.
તે ગાથાને સંક્ષેપ પરમાર્થ નીચે મુજબ છે –
‘બિન વળે' એટલે રાગદ્વેષ અજ્ઞાન રહિત જિન પરમાત્મા, કેવળજ્ઞાનમય પરમજ્યોતિ પરમાત્માનાં વચનો પ્રત્યે એટલે તેના બોઘમાં જે જીવ “પુરત્તા' એટલે મન વચન અને કાયાના યોગથી આત્માનાં પરિણામ અનુરંજિત કરશે એટલે આત્માનાં પરિણામની લીનતા કરશે તે ભવ્ય જીવ તે પુરુષના પદને પામશે, એટલે સર્વજ્ઞ પદને પામશે. અને “જુવય ને ક્રાંતિ માન' એટલે પરમગુરુ નિગ્રંથ એટલે મિથ્યાત્વ અને મોહરૂપી ગ્રંથિ રહિત એવા સદ્ગુરુનાં વચન એટલે બોઘ પ્રમાણે જે આત્માની ભાવના કરશે, અનિત્ય અશરણ એત્વાદિ ભાવનાઓ ગુરુનાં વચન પ્રમાણે સગુરુનાં બોઘથી સમજીને જે તે ભાવના કરશે તે સભ્યત્વને પામશે. સમ્યક્ત્વ પામી, સમ્યદર્શન સમ્યકજ્ઞાન અને સમ્યક્યારિત્રની આરાઘના કરી અનંત ભવનાં કર્મો નાશ કરી અલ્પસંસારી થશે, એટલે મોક્ષની નજીક પહોંચશે.
આ ક્ષણિક સંસારમાં આપણો મનુષ્યભવ મહા પુણ્ય કરી પ્રાપ્ત થયેલો છે તેમાં જે બુદ્ધિબળ પામ્યા છીએ તેનાથી સમત્વાદિનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરવો તે કર્તવ્ય છે. મનુષ્યત્વાદિની સામગ્રીથી અનંત ભવથી જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી તેની પ્રાપ્તિ કરવી; તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય.
શરીરનિર્વાહ માટે અર્થની પ્રાપ્તિ સર્વ કોઈ કરી રહ્યા છે. તેના જ પ્રસંગોમાં ઘણું કરી સર્વે જીવો પ્રવર્તે છે. પરંતુ તે અર્થની પ્રાપ્તિ થવી તે પુણ્યનો ઉદય હોય તો બને. તે પુણ્ય સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાથી થાય છે.
ચાર પ્રકારના જે પુરુષાર્થ કહ્યા છે તેમાંથી ઘર્મ અને મોક્ષને માટે કોઈક વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ–વાસ્તવિક શાંતિ તો ઘર્મ અને મોક્ષમાં રહી છે.
માટે આપને ત્યાં સત્સંગનો જોગ ન હોય તો નિવૃત્તિ કાળે સન્શાસ્ત્રનું વાંચન રાખશો. તમારી પાસે હાલ જે પુસ્તકો હોય તેમાંથી વાંચવા-વિચારવાનું કરશો. અને મોટું વચનામૃત કે બીજાં કોઈ પુસ્તકની ઇચ્છા હોય તો લખશોજી.
“જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.” શમભાવ, સમતા, ક્ષમા, દયા, ઘીરજ, ક્રોઘ ન કરવો. ગમ ખાવી. આત્મભાવના ભાવવી. જ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્મા છે. ભક્તિ કરવી, અડધો કલાક વાંચવું, વિચારમાં વૃત્તિ રોકવી-મનમાં અર્થ વિચારવો. મુખપાઠે કાંઈ તત્ત્વજ્ઞાનમાંથી કરવું–પ્રમાદ છોડી. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે;”
જીવ લહે કેવળજ્ઞાન રે. જીવ તું શીદ શોચના કરે છેજી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org