________________
૫૬
ઉપદેશામૃત
થશે નહીં; એમ સમજાયું છેજી. કરાળ કાળ દુષમ છે. કોઈ વિરલા જીવ તે દૃષ્ટિમાં, ભાવપરિણામમાં દોરાશે. શુદ્ધ ભાવના તો તે જ્ઞાની પુરુષની છે. ઘડીવાર વીલો મેલવા જેવું નથી. જીવ પોતાને ભૂલી ગયો છે; માટે ‘જાગ્રત, થા, જાગ્રત થા' એમ જ્ઞાની ગુરુની આજ્ઞા છેજી. નહીં તો રત્નચિંતામણિ જેવો મનુષ્યભવ નિષ્ફળ જશે. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
⭑ ⭑
૮૬
આ જીવ અનાદિ કાળથી મિથ્યાત્વમાં ફસી રહ્યો છે. સ્વપ્નવત્ સંસાર તેમાં એક સમકિત સાર છેજી. તે સમ્યક્ત્વ દુર્લભ છેજી. જીવને ચેતવા જેવું છેજી. પૂર્વના પ્રારબ્ધથી જીવ ઉદયાથીન વર્તે છે. તેમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી. તે પુરુષાર્થ સત્સંગના જોગ વિના સમજાય તેમ નથી, સમજાતો નથી. પોતાની મતિ-કલ્પનાએ ધર્મ મનાયો છે તે વિષે યથાઅવસરે સમાગમે સમજવું થશે.
Jain Education International
*
૮૭ .
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૧-૮-૨૫
શાસ્ત્રમાં પંથકજી વિનીતનું વિનય ઉપર દૃષ્ટાંત છે. પોતાના ગુરુ શીલંગાચાર્ય પ્રમાદવશ હતા છતાં પંથકજીએ પોતે વિનય કરવો જોઈએ એમ જાણી પોતે વિનય છોડ્યો નથી. માટે સૂઝે એવા, વડીલ ગુરુ મોટા હોય તે પ્રત્યે વિનય કરતાં દેહત્યાગ થાય અથવા પરિષ-ઉપસર્ગ પડે તો પણ શિષ્યે તેને કોઈ પ્રકારે ખેદ ન થાય તેમ કરતાં સમતાભાવે સહન કરવું જોઈએ. આ જીવે જન્મજરા, નરકાદિ ગતિમાં પરિભ્રમણ કરતાં કેવાં દુ:ખ ૫૨વશે સહન કર્યાં છે ! તો, આ તો મનુષ્યભવમાં વડીલ મહાત્માની સેવામાં કાળ જાય—વિનય કરતાં જાયતો આત્માનું સાર્થક છે. તે નહીં વિચારતાં પોતાને સ્વચ્છંદે કે પોતાની કલ્પનાબુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે !
*
८८
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ તા. ૬-૧૨-૨૫, રવિ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨૪-૪-૨૬
जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करंति भावेण । असबल - असंकिलिट्ठा ते होंति परित्तसंसारा ॥ (મૂલા૦ ૨, ૭૨)
આ શ્લોકનો મૂળ પરમાર્થ આત્મામાં વિચારવાથી સમ્યક્ત્વની સુલભતા પ્રાપ્ત થાય છે, અનંત ભવનાં પાપ નાશ પામે છે અને અનંત મહા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય છે. આ ઉપર
For Private & Personal Use Only
www.jainelibrary.org