________________
પત્રાવલિ–૧ મોહી બાંઘત કર્મકો, નિર્મોહી લૂંટ જાય; યાતે ગાઢ પ્રયત્નસેં, નિર્મમતા ઉપજાય. પરિષદાદિ અનુભવ વિના, આત્મધ્યાન પ્રલાપ; શીધ્ર સસંવર નિર્જરા, હોત કર્મકી આપ. ઇત ચિંતામણિ મહત, ઉતર ખેલ ટ્રક અસાર,
ધ્યાન ઉભય યદિ દેત બુઘ, કિસકો માનત સાર ?” “આત્મહિત જો કરત હૈ, સો તનકો અપકાર; જો તનકા હિત કરત હૈ, સો જિયકો અપકાર. પકટકા મેં કરતાર હૂં, ભિન્ન વસ્તુ સંબંઘ, આપહિ ધ્યાતા ધ્યેય જહાં, કૈસે ભિન્ન સંબંધ ? મરણ રોગ મોમેં નહીં, તાતેં સદા નિશંક; બાલ તરુણ નહિ વૃદ્ધ હું, યે સબ પુદ્ગલ અંક. પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર; સુજનવત્ યા ભૂલકો તજ કર નિજ ઉપકાર. મેં એક નિર્મમ શુદ્ધ હૈં, જ્ઞાની યોગી ગમ્ય; કર્મોદયસે ભાવ સબ, મોતે પૂર્ણ અગમ્ય.”
૮૪ પેથાપુર, ફાગણ વદ ૬, સોમ, ૧૯૮૧ પરમકૃપાળુનો માર્ગ જયવંત વ એ જ અમારી દ્રષ્ટિ છેજી. કાળ ગટકાં ખાઈ રહ્યો છેજી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. તેમાં હવે કોઈ જાતની ઇચ્છા રહી નથી. આમ થાય કે આમ થાય તે બધું જોયા કરીશું. હવે વૃદ્ધાવસ્થા દેખાતાં જે કરવાનું છે તે તો પરમકૃપાળુ દેવાધિદેવે સંપૂર્ણ આપ્યું છેજી. માટે તૈયાર થઈ બેઠા છીએ. મરણને જ્યારે આવવું હોય–દેખાવ દે–ત્યારે તૈયાર છીએ. બીજું હવે થવું નથી. શું લખું? તે વિષેની શાંતિ પૂર્ણ છે'. આપ અમારું અંતર છો માટે જણાવું છુંજી.
૮૫.
તા.૨૩-૫-૨૫ તમો આત્મહિત થાય તેવું પુસ્તકાદિનું વાચન, વિચારવાનું કરતા હશો. ન બનતું હોય તો હવેથી વિચારમાં, ધ્યાનમાં લેશો. સત્સંગ કર્તવ્ય છેજી. પ્રમાદ છોડીને સપુરુષાર્થ કર્તવ્ય છે. સ્વચ્છેદ રોકી પુરુષાર્થ કરવાની જ્ઞાની પુરુષ તીર્થંકરે આજ્ઞા કરેલ છે). તે જો જીવ પરમાર્થેઆત્માર્થે આરાઘશે તો કલ્યાણ છે. પોતાની કલ્પનાએ ને સ્વચ્છેદે ત્રણ કાળમાં કલ્યાણ થયું નથી,
૧. આ તરફ ૨. પેલી બાજુ ૩. ખોળ ૪. ટુકડો ૫. સાદડીનો ૬. મારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org