________________
૫૪
ઉપદેશામૃત જવા દેવો. ત્યાં આગળ આત્માની ભાવના ભાવવી કે અજર, અમર, અવિનાશી, અછેદી, અભેદી, અણાહારી આત્મા છે. તેમ જ્ઞાની પુરુષના વચને પ્રતીત રાખવી. જે વેદના જાય છે તે વેદતાં ત્યાં નિર્જરા થઈ આત્મભાવ પોષાય છે અને તેથી સમ્યક પરિણામ કે માર્ગસન્મુખ દ્રષ્ટિ થવાનો સંભવ છેજી.
પૂના, સં. ૧૯૮૧ આ જીવ અનંત કાળથી પરિભ્રમણ કરતો, જન્મજરામરણાદિ દુખો ભોગવતો આવે છે તેને છૂટવાનું કારણ એક પુરુષ છે. તેને શોધી તેની શ્રદ્ધાએ તેની આજ્ઞાએ વર્તતાં જીવનો મોક્ષ થાય છે. તેમાં સંશય નથી, યથાતથ્ય એમ જ છે.
તે સત્પરુષની ઓળખાણ જીવને થવી દુર્લભ છે. તેનું કારણ આ જીવ પોતાની મતિકલ્પનાએ જ્ઞાનીને અજ્ઞાની માની સ્વચ્છેદે વર્તે તે ભૂલ થાય છે; અજ્ઞાનીને જ્ઞાની માની તેની આજ્ઞાએ વર્તે તે પણ ભૂલ છે. પણ જ્ઞાનીની દૃષ્ટિએ જ્ઞાનીને માને, તેની આજ્ઞાએ વર્તે તો જીવનો મોક્ષ થાય છે, સંસારથી મુક્ત થવું તેને થાય છે; એમ છે. - તે ભૂલ પોતાના ડહાપણે પોતાની માન્યતાથી મોહનીય કર્મના ઉદયાઘનપણે આ જીવને થતી આવે છે. તેમાં મુખ્ય દર્શનમોહનીય કર્મ નહીં ટળવાથી, મોહનીય કર્મ તેને મુઝવે છે. તેને એક સપુરુષનો બોઘ અને સત્સંગ મળવાથી તે ભૂલ નીકળે છે.
સપુરુષનાં વચનામૃત વાંચવા-વિચારવાનું કરવું આત્માર્થીને જરૂરનું તેજી. મૂંઝાવા જેવું નથી, ગભરાવા જેવું નથી. માર્ગ સુલભ છે; પ્રાપ્તિ દુર્લભ છે. ઘીરજથી ઉદય કર્મ સમભાવે વેદવાં અને વૃત્તિ પરભાવમાં જતી રોકી તેને એક સ્મરણમાં રાખવી. દિન પ્રત્યે કલાક અથવા જેટલો અવકાશ મળે તેટલી વાર નિવૃત્તિ લઈ સ્મરણમાં રહેવાનું અથવા વાંચવું, વિચારવું કરશોજી. પરકથાપરભાવની વાત–માં ચિત્તને જોડવું નહીં. પરભાવમાં જીવને વલો મૂકશો તો સત્યાનાશ વાળી દેશે. માટે તેને સ્મરણમાં રાખશો; કેમકે, આ ક્ષણભંગુર દેહ છે તેનો ભરોસો નથી, લીઘો કે લેશે થઈ રહ્યું છે. માટે સારી ભાવનામાં, સારા નિમિત્તમાં મનને જોડવું. પૂ. ભગવાનભાઈ નાની ઉંમરમાં આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા તેમ, આ સંસારમાં કોઈ રહેવાનું નથી. માટે જેમ બને તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. ચિત્તને ગોઠતું નથી, એવી કલ્પના થાય છે તે ભ્રમ છે, મિથ્યા છે, માટે આત્મસિદ્ધિના અર્થ વાંચવા-વિચારવાનું કરશોજી. તેમ સર્વ મુમુક્ષુભાઈઓને પણ તે જ કર્તવ્ય છે.
જે અશાતા વેદની પૂર્વના બંઘને લીધે આવે છે તેને સર્વ જ્ઞાનીઓએ સમભાવે ઘીરજથી વેદી, છે. તેથી તે છૂટા થયા છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહને લઈને વેદની છે. તે સર્વ શરીરને લઈને છે તો તેનો કાળ પૂર્ણ થયે મુકાય. આત્મા સસ્વરૂપ છે, તેનો નાશ નથી, એમ જાણી સહન કરવામાં કાળક્ષેપ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org