________________
પત્રાવલિ-૧
૫૩ જોર ચાલતું નથી. સંસાર મહા દુઃખદાયી છેજ. કાળ ગટકા ખાઈ રહેલ છે.જી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તેમાં આ જીવથી હજી કાંઈ બન્યું નથી. આ સ્વપ્નવત્ સંસારમાં કંઈ સાર નથી, સંસાર સ્વાર્થી છે. તેમાં આ મનુષ્યપણું મળવું દુર્લભ છે. તેમાં વળી આ જીવે અપૂર્વ જોગે ઘર્મઆરાઘન કરવું બહુ દુર્લભ છેજ. ખેદ કરતાં આર્તધ્યાન થઈ કર્મ બંધાય છેજી, એમ જાણી ઘર્મધ્યાનમાં ચિત્તને જોડશોજી. સર્વ સ્વવર્ગ-કુટુંબને ઘીરજ આપી જેમ ખેદ મટે તેમ કરશોજી.
પૂના, માગશર સુદ ૯, રવિ, ૧૯૮૧ વેદની ઉદયકાળે આ દારિક શરીરસંબંધે રાય, રક સર્વને શાતા અશાતા ભોગવવી પડે છે. તેમાં કોઈ જ્ઞાની પુરુષો એને સમતાએ-સમભાવે વેચે છે. તે વેદની વેદનીને કાળે ક્ષય થાય છે. તેમાં ખેદ કર્તવ્ય નથી. આર્ટરીદ્ર ધ્યાન કરવાથી તો કર્મબંઘની વૃદ્ધિ થાય છે, સમતાએ કર્મ વેદવાથી નિર્જરા થાય છે; એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે.
“યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે” એ પત્ર નં. ૯૨૭ થી પરમકૃપાળુ દેવાધિદેવે ભાવિક આત્માને સૂચના આપી જાગૃત રાખ્યા છેજી. આત્મા સિવાયની સર્વ પર વસ્તુથી મુક્ત એવા આત્મા ઉપર દૃષ્ટિ પ્રેરી છે, તે જ ધ્યાનમાં રહેવા ભલામણ છે. બીજું બધું કર્મ છે, તેથી ભિન્ન છે; શરીરસંબંઘ-કર્મથી આત્મા મુક્ત છે'. તેના દ્રષ્ટા રહી ભાવના વૃત્તિ સહજાત્મસ્વરૂપમાં લાવવી.
પૂના, તા.૧૧-૧૨-૨૪ “પુત્ર, મિત્ર ઘર, તન, ત્રિયા, ઘન, રિપુ આદિ પદાર્થ, બિલકુલ નિજમેં ભિન્ન હૈ, માનત મૂઢ નિજાથે. મથત દૂઘ ડોરીનીઓં, દંડ ફિરત બહુ વાર; રાગ- દ્વેષ - અજ્ઞાનતેં, જીવ ભ્રમત સંસાર.”
પેથાપુર, તા. ૮-૨-૨૫,
મહા સુદ ૧૫, સોમ, ૧૯૮૧ ઉદયકર્મ આધીન વેદની સમતાએ સમભાવ રાખી ઘીરજથી સહન કરવી તે કર્તવ્ય છે. વેદની વેદનીની કાળસ્થિતિ પૂરી થયે ક્ષય થવા સંભવ છે. એમાં આત્માએ કોઈ રીતે ગભરાવું નહીં. જો કે વેદની તો સર્વ જીવો–જ્ઞાની, મુનિ આદિ–ને બાંધેલાં પૂર્વ કર્મ અનુસાર સહન કરવી પડે છે. તે વેદની સહન કરતાં મોટા પુરુષો મુઝાયા નથી અને જે જીવ સહન કરતાં મુકાયા છે તેને વેદની ભોગવવી પડતાં છતાં નવો બંઘ થાય છે. માટે જે બંઘ ઉદયમાં આવ્યો છે તેમાં ક્ષમા રાખી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org