________________
પર
ઉપદેશામૃત
મૂકતાં અત્રે જણાવ્યા પ્રમાણે વિચારમાં ધ્યાન દઈ લક્ષ લેશો તો તે સંગનું ફળ અવશ્ય મળ્યા વગર રહેશે નહીં.
કરાળ કાળ છે; આયુષ્ય ક્ષણભંગુર છે. માટે પ્રમાદ છોડી આત્મા અર્થે જે કોઈ કાળ જાય તે કલ્યાણકારી છે, લાભકારી છે. સ્વાર્થ માટે આશાતૃષ્ણા સહિત અનંતવાર કર્યું, પણ તે મિથ્યા-વૃથા જ્ઞાનીઓએ જાણ્યું છે. માટે સ્વચ્છંદ રોકી સત્પુરુષાર્થ માટે, આત્માર્થે જીવન જાય તે જ હિતકારી છે.
ઘીરજથી વારંવાર વચનામૃત વાંચી, ફરી ફરી બેત્રણ વાર ધ્યાનમાં લેશો અને મનન કરશો, લૌકિક દૃષ્ટિએ કાઢી ન નાખશો. તે વચનોનું અલૌકિક માહાત્મ્ય સમજી, ન સમજાય તોપણ પ્રતીત રાખી, વિચારમાં લેશોજી.
७८
પૂના, આસો સુદ ૧૪, શનિ, ૧૯૮૦
વૃદ્ધાવસ્થાને લઈને શરીર નરમગરમ રહ્યા કરે છે. શાતા અશાતા વેદનીય ઉદયકાળે સમભાવે સદ્ગુરુશરણ લીઘાથી કાળ વ્યતીત થાય છેજી. તેમજ સર્વ જીવને ઉદયકર્મ સમભાવે સહન કરવું તે કર્તવ્ય છે. વેદનીયના ઉદયે વિક્ષેપ, અરતિ યા રતિ દેહાદિ સંબંધી કરવી યોગ્ય નથી. વારંવાર સહજાત્મસ્વરૂપ પરમગુરુ દેવને સ્મૃતિમાં લાવી કાળ વ્યતીત કરવો. સંતના સમાગમે સાંભળેલી શિખામણ તથા મંત્રનું ધ્યાન વિચા૨માં લાવવું. મનને બીજે જતું અટકાવી વૃત્તિ ઉપયોગમાં (આત્મામાં) મંત્રમાં લાવવી. રતિ-અરિત કરવાથી આર્તધ્યાન રૌદ્રધ્યાન થઈ તિર્યંચ ગતિ થાય છેજી. માટે પ્રમાદ છોડી સદાય જાગૃત રહેવું. સત્ પુરુષાર્થ કર્તવ્ય છે. તેથી દેવાદિ ઉચ્ચ ગતિ તથા મોક્ષ થાય છેજી.
૭૯
પૂના, કાર્તિક સુદ ૧૪, સોમ, ૧૯૮૧
આજે આપના હસ્તાક્ષરથી લખાયેલ એક પત્ર મળ્યો છે. તે દ્વારાએ બે દિવસની મહા ભયંકર, ખેદજનક, આકસ્મિક માંદગીથી પૂ॰ ભગવાનભાઈના આ સંસારમાંથી ક્ષણિક દેહનો ત્યાગ થવાના સમાચાર જાણી અતિ ખેદ થાય છેજી. તે જીવાત્મા સાચા સિપાઈ જેવા સરલ, ભાવિક, ભદ્રિક હતા. તેમનો સમાગમ જે જીવાત્માને થયો હશે તેને પણ ખેદ થાય જ, તો પૂર્વના સંજોગ સંબંધ સંસ્કારે તેમના સહવાસમાં રહેલાં સગાં, કુટુંબના ભાઈ તથા પુત્રાદિ વર્ગને ખેદ થાય અને ખોટું લાગે તેમાં આશ્ચર્ય નથી; પણ અસાર અને અશરણરૂપ પરવશ સ્થિતિવાળો આ સંસાર છે એમ ઘારી ખેદ નહીં કરવા તમોને ભલામણ છેજી. અને મનુષ્યભવથી ધર્મ-આરાધન થાય છે તે જોગનો—આ મનુષ્ય દેહનો—તે જીવાત્માને વિયોગ થયો છે તો તે જોગનો વિયોગ થયાનો ખેદ કર્તવ્ય છેજી.
પૂ॰ ભગવાનભાઈનો નાની વયમાં દેહ છૂટી ગયો. જો તે દેહ હોત તો હજી કાંઈ આરાધન આત્માનું આ અપૂર્વ જોગે થાત. પણ તે દેહ છૂટવાનું તો અંતરાય કર્મથી બન્યું છે. એમાં કોઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org