________________
પત્રાવલિ-૧
૫૧
કે દર્શન ક૨વા કરતાં જે દર્શન કરવાની ભાવના છે તે આત્માને વિશેષ કલ્યાણકારી છે. જેમ બને તેમ શાંતિભાવે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' નામના મંત્રનો જાપ કરતા રહેવું. વારંવાર સ્મૃતિ મનમાં એની જ લાવ્યા કરશોજી. અને દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના ચિત્રપટ સન્મુખ સૃષ્ટિ કરવી. તેમનાં દર્શન કરી મંત્ર ઉપર ઉપયોગ દેવાની ભલામણ છેજી; તેમાં તમારું કલ્યાણ છે.
શાતા-અશાતા વેદની છે તે કાળે કરીને મુકાશે; આત્મા છે તે નિત્ય છેજી. સમભાવ રાખવો; અકળાઈ જઈ ખેદ કરવો નહીં. ઘણા ભદ્રિક જીવાત્માઓએ સમતા, ક્ષમા રાખી, સદ્ગુરુએ કહેલા મંત્રની આજ્ઞામાં ચિત્ત રાખી, દુ:ખ જે થાય છે તે સહન કર્યું છે.
આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે, તે યથાતથ્ય જાણે છે, દેખે છે, સ્થિર છે, જેમ છે તેમ છેજી; તે સ્વરૂપ મારું છેજી. અને ઉદય કર્મના સંયોગે દેહાદિને લઈને વેદની છે; તે જ્ઞાની, સત્પુરુષે સ્પષ્ટ ભિન્ન જાણી છે. તે સત્પુરુષ-ન્નાની સમભાવે મુક્ત થયા છે, તો મારે તેનું શરણ, આરાધન કર્તવ્ય છે. તેથી આ દેહને લઈને વેદની છે તે નાશ થાય છેજી. દેહના નાશ સાથે વેદની કર્મનો પણ નાશ છે. મારું તેમાં કાંઈ નથી.
ગભરાવું નહીં. પરભાવના સંકલ્પ વિકલ્પ કરવા નહીં. સર્વ ભૂલી જવું. એકચિત્તે વારંવાર મનમાં મંત્રનું સ્મરણ કરવું. વળી સદ્ગુરુ મારી પાસે છેજી, હૃદયમાં વસ્યા છેજી. બીજું તે પર, તે મારું છે જ નહીં, એમ સમજ રાખવી.
પૂના, આસો સુદ ૭, રવિ, ૧૯૮૦
જેમ આત્મહિત થાય તેમ વાંચવું વિચારવું કર્તવ્ય છેજી. ‘‘શ્રીમદ્ રાજચંદ્ર” મોટો ગ્રંથ છે એ મધ્યેથી પક્ષપાત રહિત આત્માર્થ—આત્માનું કલ્યાણ થાય તેવી વ્યાખ્યાના પત્રો વાંચવા વિચારવાની આપશ્રીને ભલામણ છેજી. જોકે તેમાં ગુરુગમની આવશ્યકતા જરૂરની છે; પણ તે નહીં હોવાથી, આપની સમજ આત્મહિતમાં થાય એવા, ત્યાગ વૈરાગ્ય વિશેષ વર્ધમાન થાય તેવા ભાવથી સમજમાં લેશો. આત્મહિત કરવું એ જ સર્વ શાસ્ત્રોનો કહેવાનો ૫રમાર્થ છે તે આ ગ્રંથમાં આવી જાય છે. જોકે તેનું વાચન-શ્રવણ સત્તમાગમે વિશેષ હિતકારી થાય છે, તો પણ ઘીરજથી નિવૃત્તિ લઈને એકાંતમાં, વૃત્તિ બહાર ફરતી રોકીને વાંચી વિચારશોજી.
66
તેમાં જણાવેલી બોધબીજની સમજ અથવા તેનો અર્થ સમજ ન પડે તો તે વાંચી કાંઈ પૂછવા જેવું લાગે તો પત્રથી જણાવશોજી. જો અત્રેથી પત્રથી જણાવવા જોગ હશે તો પત્રથી જ જણાવીશું અને જો સત્સમાગમે તે સમજવાજોગ હશે તો તે હરીચ્છાએ કહેવામાં આવશેજી.
ઘણું કરી મતાગ્રહી, મતમતાંતર-આગ્રહવાળા, હોય તેવાના સમાગમે કરી વાંચવું વિચારવું કરશો નહીં. પરંતુ જે આત્માર્થી મુમુક્ષુભાઈ સત્પુરુષની દૃષ્ટિ સન્મુખ ઇચ્છાવાળા હો તે મળીને વાંચશો, તો આત્મઠિત થવાનું કારણ છે. પોતાની સમજના સંકલ્પ વિકલ્પ છોડી એક આત્માર્થે જ કહેલાં વચનોની શ્રદ્ધા રાખી, વિચારશોજી. મતમતાંતર પક્ષ ઘણા થઈ પડ્યા છે, તે પર દૃષ્ટિ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org