________________
ઉપદેશામૃત
૭૪ પૂના, ભાદરવા વદ ૭, શનિ, ૧૯૮૦
આપને જે પરમકૃપાળુ દેવાધિદેવના કહેલ મંત્રાક્ષર કહેવામાં આવ્યા છે તેનું સમરણ જીવન પર્યંત હરઘડી કરતા રહો અને શાતા-અશાતાના ઉદયકાળને સમભાવે જોતા રહો. આત્મા દ્રષ્ટા છે, એમ માની કાળ વ્યતીત કર્તવ્ય છેજી. આ દેહને પરમાર્થે એટલે આત્માર્થે જ ગાળવો, એ જ અમને તમને હો !
૫૦
વેદની વેદનીને કાળે જશે. આપને જે દુઃખ છે તે પછી પાછું સુખ દેખાવા સંભવ છેજી. તેમાં સમપરિણામે જ્ઞાની વેદવું કરે છેજી. એમાં કોઈનું જોર ચાલતું નથી, કસોટી છે. આવ્યું તે જવાનું; આત્મા સદા છેજી, તે ભિન્ન છેજી; એમ વિચારી વાંચન, સાંભળવું, વિચારવું કરશોજી. તમોને શાંતિ થાઓ એ અમારી આશીર્વાદપૂર્વક ભાવના છેજી, તે સફળ હો !
આ સંસાર સ્વપ્નવત્ છેજી. કાળે કરીને સર્વ જવાનું છેજી. એક ધર્મ, આત્માર્થે જે આ દેહથી બની શકશે એ જ સાર્થક છેજી. ફરી ફરી આવો જોગ મળવો દુર્લભ છેજી.
મુનિશ્રી મોહનલાલજીને ભલામણ છે જે તમોએ દેવાધિદેવ પરમ કૃપાળુદેવનાં જે જે વચન મુખ દ્વારા સાંભળ્યાં તે યાદ લાવી તેની આજ્ઞામાં લીન થશો. વળી અમને જે જે આજ્ઞા તે પરમકૃપાળુદેવે કરી છે તે આજ્ઞા મારે પણ હો ! એ ભાવના પણ રાખવી યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે જીવાત્માની કર્મપ્રકૃતિ કુશળ વૈદની પેરે દેખી જેને જે આજ્ઞા નાની મોટી કરી છે તો તેણે તે જ આજ્ઞા તનમનથી ઉઠાવવી કર્તવ્ય છેજી. આગળ ઉપર આ ભવમાં અગર પરભવમાં મોટી આશા તેને અવશ્ય તેવા જ્ઞાનીથી અથવા તે જ જ્ઞાનીથી મળી આવશેજી. ગભરાવું નહીં. આપે તો તેમનો પ્રત્યક્ષ બોધ સાંભળ્યો છેજી. તેમ જ પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશોજી. સદ્વિચાર કર્તવ્ય છેજી. તેમનાં કહેલાં વચનામૃત પણ પ્રત્યક્ષ જાણશોજી. આગળ ઉપર સર્વ સારું થશેજી. એ જ માટે દેહ ગાળવો કર્તવ્ય છેજી. સદાય, જે જાય છે તે રહેતું નથી; જે છે તે છેજી.
૭૫ પૂના, ભાદરવા વદ ૭, શનિ, ૧૯૮૦
આત્મા અર્થે જ તમારે અમારે જીવવું છેજી; ત્યાં હવે કાંઈ અકળાવા જેવું નથી, પરમ આનંદથી કાળ વ્યતીત કરવો છેજી. સ્વપ્નવત્ મિથ્યા સંસારમાં અનંત કાળ ગયો. તેમ હવે ન જવા દેતાં, એક સદ્ગુરુ દેવાધિદેવ પ્રત્યક્ષ આત્મા તેની આજ્ઞામાં બધું સમાયું છે તેમાં જીવન ગાળી ચાલ્યા જવું છેજી.
પૂના, તા. ૧-૧૦-૨૪ આસો સુદ ૪, ગુરુ, ૧૯૮૦
જીજીબાપાની ઇચ્છા દર્શન કરવાની રહે છે. તો તે આત્માને હિતકારી છે; પરંતુ તેમને કહેશો
Jain Education International
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org