________________
४८
પત્રાવલિ-૧ ક્યા ઇચ્છત ? ખોવત સબે ! હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતરજ્યોત.”
“વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. મંદ વિષય ને સરલતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.”
“પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરિયે જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવિયે, બુધજનનો નિર્ધાર.”
૭૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
જેઠ વદ ૧૩, મંગળ, ૧૯૭૯ અરેરે ! શું કહેવું ? જે કંઈ આ કાળમાં ખાસ પ્રથમ જ કરવું જોઈએ તેનો વિલંબ થાય છે. કેવી કુદરત છેજી !
૭૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
અષાડ વદ ૩, બુધ, ૧૯૭૯ આ સંસારમાં મહામાયાને દુષ્કરપણે તરીને આત્મહિત કરવું એ જ સાર છે. બાકી રાગદ્વેષ કરવા જેવું નથી. જેમ બને તેમ આત્મહિતનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. પરમ કૃપાળુ દેવાધિદેવ, તેની આજ્ઞા ઉપર દ્રષ્ટિ પ્રેરીને આત્મહિત કર્તવ્ય છે. તમે સમજુ છો; કોઈ જાતનો વિકલ્પ લાવશો નહીં. અમારો ભાવ સમદ્રષ્ટિ રાખવાનો છે, અંતરમાં છે તે ગુરુકૃપાથી મટવાનો નથી. અને પોતપોતાના આત્માર્થે પુરુષાર્થ કરીને આત્માર્થ સાથી કર્મબંધનથી છૂટવું એવો અવસર છે. દુર્લભમાં દુર્લભ મનુષ્યભવ છે. પોતાનો દોષ પોતાને કોઈ દિવસ સૂર્યો નથી. વચનામૃતમાંનાં પરમકૃપાળુ દેવનાં વચનો સંભારી, પત્રો વાંચી તે દોષને ટાળવા એમ અમારું અંતર રહે છે. કોઈ-કોઈને સંબંધ નથી; એકલો આવ્યો, એકલો જશે; અને પોતાનાં બાંધ્યાં કર્મ પોતે ભોગવે છે તેમાં કોઈનો દોષ જોવા જેવું નથી, એમ અમારા અંતરમાં છે. આપ સમજુ છો. જેમ આત્મહિત થાય તેમ કરશો.
“વિત્તજા, તનુજા, માનસી આજ્ઞા સેવા સાર; સેવ્ય સેવવા કારણે, સેવા ચાર પ્રકાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org