________________
४८
ઉપદેશામૃત "जरा जाव न पीडेइ, वाही जाव न वड्डइ । जाविंदिआ न हायंति, ताव धम्मं समायरे ॥"
(દશ૦ ૮, ૩૬) ભવ્ય જીવાત્મા પ્રત્યે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ આમ કહ્યું છે : “જ્યાં સુધી જરા એટલે વૃદ્ધાવસ્થા આવી પીડતી નથી, પીડા એટલે વેદની રોગાદિક આવ્યાં નથી અને ઇન્દ્રિયો હાનિ પામી નથી ત્યાં સુધી તું પોતીકો નિજસ્વભાવ મૂળ ઘર્મ સંભાળી લે.”
એમ છે; તો હે પ્રભુ ! આ જીવે વિચારવું ઘટે છે કે માયાદેવીનું પ્રબળ રાજ્ય વર્તે છે, તે મોહાદિરૂપ છે. જે સંયોગાદિ બાહ્ય પરિગ્રહ શરીરથી માંડી ઘનાદિક, અત્યંતર પરિગ્રહ ક્રોધાદિ રાગદ્વેષ અજ્ઞાન, મૂળ ઘર્મથી ચુકાવનાર મિથ્યાત્વ છે, તેથી મુકાવું, અસંગ-અપ્રતિબંઘ થવું. સપુરુષની દૃષ્ટિએ, પ્રત્યક્ષ વચને અંતરમાં શ્રદ્ધી, માની, જે પ્રારબ્ધ ઉદય હોય તે સમભાવે વેદતાં, ચિત્તમાં રતિ-અરતિ નહીં લાવતાં, વિભાવવૃત્તિ, સંકલ્પ-વિકલ્પ મનમાં આવતા રોકી, જે સપુરુષનો બોઘ “સહજાત્મસ્વરૂપ” તે પ્રત્યે ભાવ, પરમગુરુ (જ્ઞાન-દર્શન-ચારિત્ર) પ્રત્યે પ્રેમ, ચિત્તપ્રસન્નતા લાવવા માટે ઉપયોગ દઈ એટલે એક શબ્દનો ઉચ્ચાર વચનથી કરી, મનથી વિચાર કરી, પુદ્ગલાનંદી સુખને ભૂલી, આત્માનંદી સુખ તેની લહરીઓ, ખુમારી છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે.
જાગૃત થા, જાગૃત થા; પ્રમાદ છોડી જાગૃત થા. કંઈક વિચાર. કાળ ગટકાં ખાઈ રહ્યો છે; લીધો કે લેશે થઈ રહ્યું છે. હે જીવ ! હવે, “તું કયા કાળને ભજે છે ?” એ વિચારી, નિઃસંગપણું જે છે તે ભાવ પ્રત્યે આવી વર્તવું યોગ્ય છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે;
જીવ લહે કેવળજ્ઞાન રે. વીલો મૂકવા જેવું નથી. પરભાવમાંથી જેમ બને તેમ સ્વભાવમાં અવાય તે તે નિમિત્તે તે કારણે વૃત્તિને જોડશો. ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થઈ જાય છે. માટે પ્રત્યક્ષ પુરુષોનાં વચનામૃત આદિ પુસ્તક તેમાં જોડાવું. આટલો ભવ આત્માર્થે દેહને ગળાશે તો અનંત ભવનું છૂટવું થાય, તે લક્ષમાં,
ધ્યાનમાં રાખી, ઉદય પ્રત્યે શત્રુભાવે વર્તી, દાઢમાં રાખી, ખ્યાલમાં રાખી, લાગ આવ્યે મારી નાખી, સ્નાનસૂતક દહાડો પવાડો કરી ચાલ્યા જવું, છૂટી જવું.
એ જ સૂચના સપુરુષની છે. | નિસ્પૃહીપણે, આત્માર્થે, સ્વપરહિત માટે આત્માથી વિચારી, આપને આ લેખ જણાવેલ છેજી. અંતરમાં સદ્ગુરુનાં વચન આવ્યાં છે, તે લખાયાં છે; તો તે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે. આટલી જો એક નિઃસ્વાર્થપણે આત્માને માટે જ કાળજી રાખશો તો તે સંગનું ફળ અવશ્ય મળશે, તે નિઃસંદેહ છે. ક્યા કહીએ ? “કહ્યા વિના બને ન કછુ, જો કહીએ તો લઈએ.” સત્સંગ બળવાન છે.
“જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ-છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org