________________
४७
પત્રાવલિ-૧ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,”
જીવ લહે કેવળજ્ઞાન રે. વ્યવહાર-પ્રતિબંઘથી વિક્ષેપ ન પામતાં ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે.” “આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી, વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે.” આ જીવને ઉતાપનાનો મૂળ હેતુ શો છે ? તથા તેની નિવૃત્તિ કેમ થાય ? અને કેમ થતી નથી ? એ પ્રશ્ન વિશેષ કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઊતરી વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વઘારે દ્રઢ રાખી વર્તવું. વચનામૃત આત્માર્થી મુમુક્ષભાઈઓને પરમ કલ્યાણકારી છેજી.
૭૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૬-૧૨-૨૨ ભદ્રિક સરલભાવી જીવાત્મા સોમચંદભાઈના દેહત્યાગથી સ્વાર્થે ખેદ નહીં કરતાં વિચારવું કે મનુષ્યભવ દુર્લભ છે. તેવો મનુષ્યભવ પામી જો આ જીવ, અનંત કાળચક્રથી પરિભ્રમણ કરતાં જે પ્રાપ્ત થયું નથી તેવું, સમ્યકત્વ પામે અથવા સાચા સદ્ગદૈવ પ્રત્યે તેને શ્રદ્ધાન થાય તો આ મનુષ્યભવનું સફળપણું માનવા યોગ્ય છે. જો કે ઉપાધિ તો કર્મવશાત્ સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે, કોઈ સુખ-દુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી, પણ જો એક યથાતથ્ય સત્ શ્રદ્ધાન થાય તો આ મનુષ્યભવનું મૂલ્ય કોઈ રીતે થાય એવું નથી, અને તે સર્વ કરી ચૂક્યો એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યો છે. આ ક્ષણભંગુર દેહનો ત્યાગ થાય છે, તેમ દેખાય છે અને વળી સ્વજનબંધુમાં તેવું થતું પ્રત્યક્ષ જોવાયું છે એમ જાણી, સમભાવ રાખી ઘર્મમાં ચિત્ત જોડવું. એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે; બનવાનું બની રહ્યું છે. કાંઈ કોઈના હાથમાં નથી. આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે.
“जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेण । असबल-असंकिलिट्ठा ते होति परित्तसंसारा ॥"
(મૂલાઇ ૨, ૭૨)
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ.
પોષ વદ ૭, ૧૯૭૯ નનું કુવવું, નરી ટુર્વ, રોબિન મરળા | अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतवो ॥"
(ઉત્તરા. ૧૬, ૧૫)
૧. જન્મે દુઃખ, વયે દુઃખ, વ્યાધિ મૃત્યુ દુઃખો મહા !
બધો સંસાર દુઃખી ત્યાં, જીવ ક્લેશિત સર્વ હા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org