________________
४६
ઉપદેશામૃત વિચારવું કર્તવ્ય છેજ. કાળનો ભરોસો નથી. સ્વપ્નવત્ સંસાર છે. અને ખોટા અધ્યવસાય પરિણામના નિમિત્તથી જીવ દોરાઈ જઈ આર્તધ્યાન, સંકલ્પ-વિકલ્પમાં પડી, મનમાં રતિ લાવી બંઘન કરે છેજી; તે ખોટું નિમિત્ત મનમાંથી ફેરવી સ્મરણમાં તથા વાંચવા વિચારવામાં મનને લાવશોજી.
જીવ જાગૃત ન થાય તે વૃત્તિ છેતરે છેજી, અને બફમમાં ને બફમમાં રહેતો જીવ ઘોર પાપ બાંથી દુર્ગતિમાં–નરક, ઢોર, પશુમાં—અવતાર લઈ મહાદુઃખમય જન્મ-મરણ કરતો ફર્યા કરે છે; ફરી મનુષ્યભવ મળવો તેને દુર્લભ થાય છેજી.
આ સંસાર સ્વપ્નવત્ જાણી, પ્રમાદ છોડી, પોતાનો સ્વછંદ રોકી સારા નિમિત્તમાં જોડાય તો તેનું ફળ આગળ પર સારું આવશે. માટે ક્ષણવાર જીવને વીલો મૂકવા જેવું નથી. જો ક્ષણવાર વિલો મૂકશો તો જીવ પોતાનું સત્યાનાશ ખોદી નાખશે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા વદ ૮, ગુરુ, ૧૯૭૮ તમારો ભક્તિભાવ સારો છે, પણ તે ભાવથી સંકલ્પ-વિકલ્પ કરીને કોઈ નિર્ધાર કરવો યોગ્ય નથી. મતલબ કે કાંઈ સંકલ્પ-વિકલ્પ કરવા નહીં, મિથ્યા છે; ભક્તિભાવમાં રહેવું.
પોતાનાં પ્રારબ્ધકર્મ ભોગવતાં પણ અકળાવું કે મુઝાવું નહીં; વીતરાગનો માર્ગ એવો નથી. જે હોય તે ઉદાસીનભાવે એટલે સમભાવે વેદવું, તે યોગ્ય છે. પોતાના પતિને પરમાત્મારૂપ ગણીને વર્તવું; કષાયનું નિમિત્ત આપણાથી બને નહીં તે જાળવવા જેવું છે. ઘીરજથી સહન કરી કાળ વ્યતીત કરવા જેવું છે; ઉતાવળનું કામ નથી. હાલ બાહ્ય પરિણતિએ વર્તતાં બહિરાત્મભાવથી જે સંકલ્પવિકલ્પ મનમાં ઊઠે છે, આવે છે તે સર્વ મિથ્યા છેજી. માટે તે કર્તવ્ય નથીજી. તે આત્મહિતને આવરણકર્તા છેજી.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા વદ ૧૪, બુધ, ૧૯૭૮ “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય,
કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” સન્મુખવૃષ્ટિવાન ભાવિક જીવાત્માને જે જે ક્ષેત્રફરસનાએ કાળ વ્યતીત થાય છે તે તે ઉદયાથીન સત્સંગના વિયોગે ઉદાસીનતા એટલે સમભાવ રાખી ખરા ભાવથી અપારિણામિક મમતાએ તે કાળ વ્યતીત થાય છે, તો આત્માને કલ્યાણ અર્થે છેજ.
કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે). આ જીવ હજી કયા કાળને ભજે છે, તે વિચારવું ઘટે છે). પ્રમાદ કર્તવ્ય નથી; પુરુષાર્થ જેમ બને તેમ કર્તવ્ય છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org