________________
પત્રાવલિ-૧
૪૫
તે
સત્સમાગમનું ફળ છે; પણ જોઈએ તેવો ખેદ હાલ હજુ નથી. જ્યારે યથાર્થ ખેદ થશે અને સર્વ ઉપાધિ પ્રત્યે ઝેર સમાન બુદ્ધિ થશે ત્યારે હરિ નિવૃત્તિનો અવકાશ સહજ આપશે. જગતના જીવો કંઈ ને કંઈ મેળવવામાં પ્રયત્ન કરી રહ્યા છે; પણ આત્માર્થી જીવો કાંઈ પણ ગ્રહણ કરવું—પ્રાસ કરવું તે જ દુ:ખનું મૂળ છે એમ જાણે છે. પોતાનું શાશ્વત ઘન ઉપાધિના જોગે આવરણ પામેલું છે. જેમ બને તેમ નિરુપાધિવાળા થઈ, અસંગ વૃત્તિ કરી, એક સદ્ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ અને આશ્રયભાવ ઉત્પન્ન કરવો કે જે આશ્રયના બળે સર્વ ઉપાધિનો લય થશે અથવા તે ઉપાધિ અંતરાય–આવરણભૂત થશે નહીં. નિજ સ્વરૂપ પ્રત્યે જેની વૃષ્ટિ થઈ છે તેવા આત્માએ સંસારમાં મોટાઈભાવ ત્યાગવો જોઈએ. જ્યાં સુઘી અસદ્ વાસનાઓ છે ત્યાં સુધી સત્ની પ્રાપ્તિ દૂર રહે છે. માટે વિચારી વિચારીને અસત્સંગનો ત્યાગ, સત્ની પ્રાપ્તિ અને સત્-અસત્નો વિવેક—જાણપણું ઘણી સૂક્ષ્મ દૃષ્ટિથી કરવા યોગ્ય છે. પૂર્વે ઘણી વખત આવો જોગ મળ્યો; પણ સત્ મળ્યું નથી, સુણ્યું નથી, શ્રવ્યું નથી. અને તે મળ્યે, તે સુણ્ય અને યથાર્થ પ્રતીતિ થયે તે પ્રમાણે વર્તના થવાથી હથેળીમાં મોક્ષ છે એમ પરમગુરુ કહે છે. આ વાક્ય વિશેષ વિચારશો.
તા. ૩.
Jain Education International
દ્રષ્ટા – અરૂપી.
–
દેહથી જીવને કર્મનો ભોગ છે તેનો દ્રષ્ટા છું.
મનથી કલ્પના તેનો દ્રષ્ટા છું. જ્ઞાન-દર્શન-ચારિત્રનો દ્રષ્ટા છું; ઉપયોગમય છું, ચૈતન્યમય છું, નિર્વિકલ્પ છું. સમભાવ તે ભુવન છે સહજાત્મસ્વરૂપનું સ્મરણ.
63
સહજાત્મસ્વરૂપ
સત્સંગ-સત્સમાગમ અવશ્ય કર્તવ્ય છે. તેમ છતાં અંતરાયને જોગે વિશેષ પુરુષાર્થ કરી, પ્રમાદ છોડી, નિવૃત્તિયોગે અવકાશ લઈ, જે ભાવિક જીવ હોય તેની સાથે તેના સમાગમે મોટા પુસ્તકનો જોગ હોય તો વાંચવા વિચારવાનું કશોજી.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,
ભાદરવા સુદ ૩, ૧૯૭૮
શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવ દેવાધિદેવનાં વચનામૃતોથી ભરેલા પત્રોરૂપ અમૃતનું પાન કરી, તે વિચારવા સમજવામાં કાળ વ્યતીત કરશોજી. જો કે ઉપાધિ, વ્યવસાયના નિમિત્તે કરીને અવકાશ ન મળતો હોય તો પણ એવો અવકાશનો જોગ મેળવી કલાક અથવા બે કલાક, દિવસે અથવા રાત્રે સત્યમાગમ કરવો; તેવો જોગ ન મળે તો પોતે પણ એકાંતમાં કલાક બે
કલાક નિવૃત્તિ લઈ વાંચવું
For Private & Personal Use Only
www.jainelibrary.org