________________
૪૪
ઉપદેશામૃત
સદ્ગુરુનું સ્વરૂપ શું છે, તે ખાસ લક્ષમાં આવે તો તે જીવને સમ્યક્ત્વ થયું કહેવાય છેજી; તે ઘ્યાનમાં, લક્ષમાં રહેવું જોઈએ. સમાગમે વિચાર કર્તવ્ય છેજી.
૬૫
આશ્રમ, તા. ૪-૭-૨૨
સમતા, શાંતિને સેવશોજી. સમભાવ ઘીરજ કરી, સ્વઉપયોગ એક ‘સહજ આત્મસ્વરૂપ’ માં લાવી, જાગૃત થઈ, ઘારણાએ સ્વસ્થ થઈ, સ્થિર દ્રષ્ટાપણે વેદની વેદતાં કાળ વ્યતીત કરતાં ઉદાસ નહીં થતાં, સદા મગનમાં એટલે આનંદમાં રહેતાં શીખો. ઉદાસીનતા એટલે સમભાવ લાવશોજી. એમ કર્યા વિના છૂટકો નથી અને વેદની-સુખદુઃખ તો આવ્યા વિના રહેશે નહીં. તે ઉદયાઘીન પ્રવર્તન થઈ રહ્યું છે; અધીરજ કર્તવ્ય નથી, ગભરાવા જેવું છે નહીં. માટે કોઈ પ્રત્યક્ષ પુરુષની જે આજ્ઞા થયેલ તે સંતના મુખથી શ્રવણ કરી, તેમાં શ્રદ્ધા અચળ કરી એક તેમાં આત્માને પ્રેરજો. વિશેષ શું લખું ? જીવ જો સમજે તો સહેજમાં છેજી; સર્વ ભૂલી જઈ એક જે સત્સંગે કહેલ સત્પુરુષનું વચન તે જ યાદ લાવવું. અકળાવું નહીં; ગભરાવું નહીં. જ્યાં સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત તે મહામંત્રમાં મનને જોડી દેવું. એ જ વિજ્ઞપ્તિ.
જે જે પત્રો મુખપાઠે આપને હોય તેની સજ્ઝાય (સ્વાધ્યાય) કરતાં તથા જે શીખવું થયું હોય તેને દિન પ્રત્યે ફેરવતાં વિચાર કરી કાળ વ્યતીત કરશોજી. જીવને ઘડીવા૨ વીલો મૂકશો નહીં, નહીં તો સત્યાનાશ વાળી દેશે. ચિત્તવૃત્તિ ઘણી સંક્ષેપિત થવાથી કંઈ પત્ર લખાવવાનું થતું નથી; તે આપને સહજ જણાવ્યું છેજી. જે વાસનામાં જોડાવું થાય ત્યાંથી પાછા વળી તમને જે આજ્ઞા થઈ હોય તેમાં, આત્મભાવમાં ઉપયોગ લાવશો; તેમાં જ આત્મકલ્યાણ સમજશોજી, એ ભૂલવા જેવું નથી. સર્વ ભૂલી જવું કરશો; તેમ જ તે વખતે દ્રષ્ટા-સાક્ષી થઈ જજો; ભૂલશો નહીં-જરૂર.
“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.''
જીવ લહે કેવળજ્ઞાન રે.
Jain Education International
૬૬
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ
અષાડ સુદ ૧૦, ૧૯૭૮
શમભાવ, સમતા, ક્ષમા, સદ્વિચારમાં રહો. કોઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત વૃત્તિ સંક્ષેપી, જે કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે, મહામંત્ર કોઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવ્યો તો બીજું સર્વ ભૂલી જઈ તેનું જ સ્મરણ કર્તવ્ય છેજી. તેથી ચિત્ત સમાઘિ પામી, વિભાવવૃત્તિનો ક્ષય થાય છે. તે કર્તવ્ય છેજી—સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ કર્તવ્ય છેજી.
સત્સમાગમમાં આપને વિઘ્ન કરનાર ઉપાધિ વિશેષ છે તેથી આપનું મન ખેદ પામે છે, એ જ
For Private & Personal Use Only
www.jainelibrary.org