________________
પત્રાવલિ-૧
“જેતી મનમેં ઊપજે, તેતી લખી ન જાય; તાતેં પત્રવૃત્તિમેં વૃત્તિ રહી સંકુચાય.’’
⭑ *
Jain Education International
૬૧
સમભાવ રાખી આટલી જિંદગીમાં આત્માર્થ કરવા યોગ્ય છે. વિકલ્પ કરી કર્મ ઉપાર્જન થાય છે, જેથી સમભાવ રાખવા યોગ્ય છે. સમભાવ રાખી જે જે આવે તે જોયા કરવું. ઘીરજ રાખવી. શાતા-અશાતા, સંયોગ-વિયોગ, રાગ-દ્વેષ, અનુરાગ-અણરાગ એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે, તો આપણે જે આવે તે સમભાવે વેદવું.
⭑
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૩૦-૫-૨૧; સં. ૧૯૭૭
૬૨
“જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય, મમતા-સમતા–ભાવસે, કર્મ બંધક્ષય
હોય. સ્વર્ગ, મૃત્યુ, પાતાળમેં, સસ દ્વીપ નવખંડ, કર્મયોગ સબકું હવે, દેહ ઘર્યાકા દંડ. સમભાવે ઉદય સહે, રહે સ્વરૂપે સ્થિત, દહે પૂર્વપ્રારબ્ધને, એ જ્ઞાનીની રીત.’
⭑
૪૩
રાજનગર, તા. ૧૫-૧-૨૨
૬૩ રાજનગર, પોષ વદ ૭, શુક્ર, ૧૯૭૮
‘સદ્ગુરુપદ ઉપકારને, સંભારું દિનરાત; જેણે ક્ષણમાંહી કર્યો, અનાથને ય સનાથ. ૧ સદ્ગુરુ ચરણ જહાં ધરે, જંગમ તીરથ તેહ; તે રજ મમ મસ્તક ચડો, બાલક માગે એહ.''૨
૬૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,અગાસ,તા.૨-૫-૨૨
જો મતિ પીછે ઊપજે, સો મતિ પહલે હોય; કાજ ન વિણસે આપણો, લોક હસે નહિ કોય.
સત્ દેવ-ગુરુધર્મ આ જીવે અનાદિ કાળથી યથાર્થ જાણ્યા નથી. તે, આ મનુષ્યભવ પામી, જેમ છે તેમ સમજાય તો આત્માને નિર્ભય-નિઃસંગ શાંતિ પ્રાપ્ત થાય છેજી. એક ગુરુનું સ્વરૂપ યથાતથ્ય વિચારમાં આવે તો જીવને કલ્યાણ થાય છેજી. આ સ્વપ્નવત્ સંસાર છે, તેમાં એક
www.jainelibrary.org
For Private & Personal Use Only