________________
૪૨
ઉપદેશામૃત
૬૦ મંડાળા, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૭૭ નરમ ગરમ શરીર પ્રકૃતિ સંજોગે, વૃદ્ધ અવસ્થાએ તથા ઉદયકર્મને લઈને રોગ વ્યાધિ વેદની આવે તે સમભાવે, દેવાધિદેવ પરમકૃપાળુ સદ્ગુરુદેવના શરણથી, ભોગવાય તેવી ઇચ્છાએ વર્તવું થાય છેજી; કારણ કે આ દેહથી ભિન્ન એવો આત્મા વેદનીના વખતમાં વ્યાકુળતા છાંડી શાંતભાવે પોતાના સ્વરૂપ ભણી વળે એમ પ્રયત્ન કરવા યોગ્ય છેજી. દેહ વિનાશી છે અને આત્મા અખંડ અવિનાશી છે, તે ભૂલવા યોગ્ય નથી.
જગતના સર્વ ભાવ ઉપરથી ઉદાસીનતા રાખી, હૃદયને નિર્મલ કરી આખા વિશ્વને ચૈતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડવું. પરમકૃપાળુ શ્રી સદ્ગુરુ દેવાધિદેવ શ્રી પ્રભુની છબિ હૃદયમંદિરમાં
સ્થાપી, ખડી કરી, મનને ત્યાં જ પરોવી, પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસઘામ એવો જે સદ્ગુરુદેવશ્રીનો પવિત્ર દેહ તેનું વીતરાગભાવે ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી, વારંવાર યાદ કરવાથી પણ જીવ પરમ શાંત દશાને પામે છે તે ભૂલવા યોગ્ય નથી.
તે વિષેનો બોઘ દેવાધિદેવ સદ્ગના મુખમાંથી થયેલ તે હૃદયને વિષે ઘારી રાખેલ છે, તે આજે પરમાર્થ હેતુ જાણી, અંતરમાં કોઈ પ્રકારે સ્વાર્થ કે અન્ય ભાવના હેતુએ નહીં, એમ વિચારી આપને અત્રે પત્ર દ્વારા સરલ ભાવે જાહેર કર્યું છેજી. આપ સુજ્ઞ છો, તો ધ્યાનમાં લેશોજી. અમોને પણ એ જ વિચારમાં કાળ વ્યતીત થાય છેજી. બીજું તો સર્વ ભૂલી જવા જેવું છેજી.
હે પ્રભુ ! ઘણું કરી શરીરવ્યાધિને લઈને પત્ર લખવા-લખાવવાની ચિત્તવૃત્તિનો સંકોચ કરેલ છેજી; એટલે પત્ર દ્વારા કોઈ ઠેકાણે લખાવવું બનતું નથી. આજે પત્ર તમારા ચિત્તને વિકલ્પ ન થાય માટે અથવા સમભાવ અમારે વર્તે છે તે તમોને જાણવા માટે લખાવ્યો છે. જો કે સંપૂર્ણ વીતરાગપણું તો તે દશાએ યથાતથ્ય વર્તે છેજી. પણ છમ વીતરાગ દશાએ જેટલી જેટલી સદ્ગુરુ પ્રત્યક્ષ પુરુષની પ્રતીતિ, યથાતથ્ય શ્રદ્ધા, રુચિ પરિણમી છે તેટલી તેટલી સમવૃષ્ટિ અંતરવૃત્તિમાં વર્તે છેજ. તે આપશ્રીને જણાવવું થયું છેજી.
આપને પણ જેમ બને તેમ તે સત્પરુષની દશા લક્ષમાં લેવાય તો આત્મકલ્યાણનો હેતુ છેજી. બાકી, સૂક્ષ્મ માયાથી આ જીવ છેતરાઈ જઈ વૃત્તિમાં ભૂલ ખાય છેજી– “હું સમજું છું', “હું જાણું છું', એ આદિ આ જીવમાં દોષ થાય છે તે નહીં સમજાયાથી. માટે પ્રત્યક્ષ પુરુષના વચનામૃતથી વિચારી જીવને ઊંડો વિચાર લક્ષમાં લેવા યોગ્ય છે.
અસ્તિસ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિસ્વભાવ; દેવચંદ્રપદ તે લહે રે, પરમાનંદ જમાવે રે.
- કંથ જિનેસરુ.” ૯ “તેણે મુજ આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સકળ મુજ સંપજે; તેણે મનમંદિરે ઘર્મ પ્રભુ ધ્યાઈએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિસુખ પાઈએ.” ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org