________________
૪૧
પત્રાવલિ-૧ છે. ‘નું ગાબડું છે સવૅ નાળ૬, સવૅ નાળરૂ નાળ; તેનો સદ્ગુરુથી મહા મોટો પરમાર્થ જાણે તો વેદની આદિ કર્મ ઉદય આવ્યે ઉદાસ નહીં, પણ ઉદાસીનતા (સમભાવ) પ્રગટ થાય તો કલ્યાણ છેજી. બાહ્ય વૃત્તિ જેની ક્ષય થઈ, અંતરવૃત્તિ આત્મભાવનાએ વર્તે છે તે જીવાત્માનું કલ્યાણ થશેજી. આપે સેવાભક્તિની જે ભાવના પરમાર્થબુદ્ધિએ જણાવી તે ભાવનું આપને સફળપણું છેજી.
જો કે મનમાં વિચાર તો આપને પત્ર લખવાનો આવતો હતો પણ અંતરવૃત્તિમાં ઘણાં કારણ આપને વિધ્રવાળાં દેખી વૃત્તિ સંકોચવાનું કર્યું હતું. આજે આ પત્ર આપને લખવાનું થયું છે પણ આપને જે કહેવું અંતરમાં છે, તે લખાયું નથી; ફક્ત પરમાર્થે, અંતરમાં સ્વાર્થ નહીં તેમ, નિઃસ્પૃહપણે આત્માનું કલ્યાણ થાય તે સ્પષ્ટ જણાવત. આપનું સમજવું, વિચારવું આપના ક્ષયોપશમ પ્રમાણે છે, તેમાં “કાંઈક મને સમજાય છે,' “સમજું છું એમ રહી જતું જોવાથી, તેમ અમારી સમજમાં આવ્યાથી કહેવાનું કે લખવાનું થયું નથીજી.
હવે આપને જેમ કહેવાનું મને અત્રે સ્મૃતિમાં ઠીક લાગ્યું છે તે સહજ જણાવું છુંજી. આપ જાણો જ છો કે કાળનો ભરોસો નથી, લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. આ સ્વપ્નવત્ સંસાર ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, તેમાં કંઈ સદા સરખું દેખાતું નથી, બધું ક્ષણે ક્ષણે બદલાતું ચંચળ પુદ્ગલ સંજોગવાળું જણાય છે, તે પોતાનું નહીં છતાં “મારું” મનાય છે; તેમાં જડચેતનનો વિચાર–ભેદજ્ઞાન, આવા સંજોગ પામી, નહીં સમજાય તો પછી અનંતકાળથી જેમ થતું આવ્યું છે તેમનું તેમ જ સમજજો. એક જે કરવા સમજવાનું છે તે શું ? તે વિચાર કર્તવ્ય છે. તે જો ન થયું તો પછી ? માટે આપને તે કર્તવ્ય છેજી.
આ કાંઈ લખવું થયું છે તે કોઈ પૂર્વના સંજોગને લઈને થયું છે). આપનું કલ્યાણ–આત્મહિત ઇચ્છી જણાવવું થયું છે કે આત્માએ આત્માની ખોજ માટે કાળ ગાળ્યો નથી. સંસારમાં માનમોટાઈ માટે જગત-જીવો કાળ વ્યતીત કરે છે તેથી આત્મા બંધનથી છૂટતો નથી. તે માટે આપ જેવાને તો જાગૃતિ કર્તવ્ય છે. આપને ઘણી ઉપાધિથી નિવૃત્તિ કરવા વિચાર રહે છે; અને આપે તેમ, આપની સમજમાં આવ્યું છે તેટલું, કર્યું છેજ. પણ જે કરવાનું છે તે રહી ગયું તો પછી ? માટે કાંઈ તે વિષે વિચારવું.
પ૯
મંડાળા, તા.૧-૩-૨૧ સુખ-દુઃખ આવ્યે સહન કરવું, એ કર્તવ્ય છેજી.
જેમ બને તેમ વૃત્તિ રોકીને ધ્યાન, સ્મરણ, ભક્તિ વૈરાગ્યભાવે સ્વપરહિત થાય તેમ કર્તવ્ય છે. જેમ બને તેમ પોતાના નિમિત્તથી અન્ય જીવને કષાયનું કારણ ન બને અને જેમ સત્ ઘર્મઆત્મભાવ ઉપર ભક્તિભાવ–પ્રેમ વધે તેમ ચર્યા, વર્તન કર્તવ્ય છેજી; કાંઈ તાણી તૂસીને કર્તવ્ય નહીં. આપણું હિત-કલ્યાણ કરવા સન્મુખ દ્રષ્ટિ, સુરતા રાખી બીજાની વૃત્તિ તેમાં પ્રેરાય તેમ કરવામાં હિત છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org