________________
ઉપદેશામૃત સંગ અને સ્નેહપાશનું ત્રોડવું (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.)
આશંકા – જે સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું તે કૃતવ્રતા અથવા નિર્દયતા નથી ?” “મૂક્યા વિના છૂટકો નથી.” “હવે શું છે?”
શાંતિઃ શાંતિ કાયરતા દેશકાળ-વિપરીતતા વિપરીત.
હે આર્ય ! સંપેટ; નહીં તો પરિણામનો યોગ છે. અથવા સંપૂર્ણ સુખનો છતો યોગ નાશ કરવા બરાબર છેજી.
ઘણું સ્થિરપણું, ઘણો લૌકિકભાવ, વિષય-અભિલાષ, સ્વેચ્છાચાર. પરમાર્થ અપરમાર્થ નિર્ણયતા અનિર્ણયતા. તથા પ્રતિબંધ વિહાર પરમ પુરુષના સમાગમનો અભાવ.
શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇંદ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પ-વિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબન રહિત સ્થિતિ કરવી.” “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે."
જીવ લહે કેવળજ્ઞાન રે. અમૂલ્ય આત્મા છે. તુચ્છ પદાર્થમાં પ્રીતિ કેમ કરું ? સર્વ ભૂલી જવું. પ્રેમ વેરી નાખો છો. તે સર્વ પરભાવમાં પ્રીતિ ના કરું. એક સત્ સ્વરૂપ સદ્ગુરુ ઉપર પ્રીતિ કરું, વહાલપ બીજે ન કરું.
ૐ શાંતિઃ શાંતિઃ
૫૮ સનાવદ, કારતક સુદ ૧૦, રવિ, ૧૯૭૭ અમોને સમેતશિખરજી સાથે આવવા વિચાર દર્શાવ્યો તો તે વિષે અમારી મરજી પ્રથમ હતી, તે વૃત્તિ સંકોચી લીધી છેજી, તે શરીરાદિ કારણથી અને આત્મહિત કરવું તે પોતાથી છે એમ ચિત્તમાં વિચાર રહેતો હોવાથી. જો આ જીવ સ્વચ્છેદ પ્રમાદમાં ફસાયો રહે તો કાંઈ કલ્યાણ થાય નહીં. માટે સદ્ગુરુ દેવાધિદેવશ્રીનાં વચનામૃત વાંચી વિચારી જેમ આત્મા જાગૃત થાય તેમ કર્તવ્ય છેજી. જો આત્મા જ નહીં જાગ્યો તો કોઈ કાળમાં કલ્યાણ થાય તેમ લાગતું નથી. માટે સત્સંગ, સલ્ફાસ્ત્રોજેમાં આત્મહિત થાય તેવાં પુસ્તકો વાંચવા વિચારવાનું સપુરુષની આજ્ઞાએ બને તો કલ્યાણ છેજી. હવે જાત્રા તીર્થ વિષેની ચિત્તવૃત્તિ સંકોચી એક આત્માથી પુરુષાર્થ કરવા અંતરવૃત્તિ વર્તે છે. તે આત્મા, આત્મા જેણે જામ્યો છે તેનાથી જાણે અને સ્વચ્છંદ પ્રમાદ મૂકી ઉદયકર્મ ભોગવતાં સમભાવથી વર્તે તો કલ્યાણ છે). તે સમભાવ તો આત્મા જાણ્યા સિવાય આવવો કઠણ છેજી. સદ્ગુરુ દેવાધિદેવ પરમકૃપાળુનાં વચનામૃતમાં ઘણે ઠેકાણે આત્મા યથાતથ્ય, જેમ છે તેમ જણાવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org