________________
પત્રાવલિ-૧
૫૭
ॐ
તત્ સત્ ‘સહજાત્મસ્વરૂપ’ પરમગુરુ
महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजम् । राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकम् ॥
પ્રગટ પુરુષોત્તમને નમસ્કાર ! નમસ્કાર !
“આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત્, જિનકલ્પીવત્, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.''
૩૯
સત્તાવદ, તા. ૫-૧૧-૨૦ ધનતેરશ, સં. ૧૯૭૬
જ્ઞાન-દર્શનચારિત્ર, અસંગ, અપ્રતિબંધ આત્મા સમજો.
સમતા, ક્ષમા, ઘીરજ, સમાધિમરણ, વિચાર, સદ્વિવેક જાણો.
આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છેજી. તે પત્ર વિચારવા યોગ્ય છેજી.
હે જીવ ! કાંઈક વિચાર, વિચાર, કાંઈક વિચાર. વિરામ પામ વિરામ. એમ સમજ, મૂકવું પડશે.
‘‘જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખછાંઈ,
મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.’
મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થતા એ ચાર ભાવના ભાવવી કર્તવ્ય છેજી.
અનુપ્રેક્ષાના ચાર ભેદ છેજી.
Jain Education International
(૧) એકત્વાનુપ્રેક્ષા કહેતાં આત્મા એક છે, નિત્ય છે. (૨) અનિત્યાનુપ્રેક્ષા કહેતાં આત્મા સિવાય બાકી અનિત્ય છે. (૩) અશરણાનુપ્રેક્ષા કહેતાં આત્મા સિવાય શરણ રાખનાર કોઈ નથી. (૪) સંસારાનુપ્રેક્ષા કહેતાં આત્માનું શરણ નહીં લેવાથી સંસારને વિષે પરિભ્રમણ કરવું પડે છે.
‘હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ ૫૨દ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.’'
‘એટલું શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે, મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો,’'
‘‘પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org