________________
૩૮
ઉપદેશામૃત ફરીથી રાગ-દ્વેષ કરી ફરી કર્મ ન બંઘાય તેમ કર્તવ્ય છેજ. જીવને તૃષ્ણા છે તે દુઃખદાયક છેજી. તેથી વધે ઘટે તેમ છે નહીં. જે પૂર્વના પુણ્યના ઉદયે શાતા-અશાતા, લાભ-અલાભ જોવામાં આવે છે તે પોતાનાં થતાં નથી. જીવ કલ્પના કરીને બંઘન કરે છે. માટે જીવે સમભાવ રાખી સમતાએ શાંતભાવ થાય તેમ કર્તવ્ય છેજી, ખેદ કરવા જેવું કાંઈ છે નહીં. મુરબ્બી જીજીભાઈ આદિ સર્વને ભલામણ છેજ. જેમ બને તેમ આત્મહિત થાય તેમ કર્તવ્ય છેજી. ખેદ કરવા જેવું કાંઈ છે નહીં. ફરી મનુષ્યભવ મળવો અમૂલ્ય છે તેમાં એક ઘર્મ જ સાર છે; બાકી મિથ્યા છે. બનનાર તે ફરનાર નહીં; ફરનાર તે બનનાર નહીં. ઘીરજ ઘરી, સમતાભાવે સમાધિમરણ થાય તેમ દિન પ્રત્યે ચિત્તવન રાખશોજી.
દોહરા–“ઘીરે ઘીરે રાવતાં, ઘીરે સબ કુછ હોય;
માળી સિંચે સોગણા, ઋતુ વિણ ફળ નવ હોય. ગઈ વસ્તુ શોચે નહીં, આગમવાંચ્છા નોય; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંય. ક્ષમાશૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ અવધાર; ક્ષમા ઘર્મ આરાઘવા, ક્ષમા કરો સુખકાર. સાચે મન સેવા કરે, જાચે નહીં લગાર; રાએ નહિ સંસારમાં, માચે નિજપદ સાર. પ્રભુ સર્વ વ્યાપી રહ્યા છે તુમ હૃદય મોઝાર; તે પ્રત્યક્ષ અનુભવી, પામો ભવનો પાર.” “પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સરુયોગ; વચનસુઘા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.”
સહજાન્મસ્વરૂપ
૫૬
સાવદ, સં. ૧૯૭૬ જેમ બને તેમ ભક્તિ-ભાવના, ત્યાગ-વૈરાગ્યમાં, આત્મભાવમાં, જેમ જેમ વિશેષ અસંગ એક આત્મા સાથે વૃત્તિ જોડાય તેમ કર્તવ્ય છેજી. “સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો આત્મા હું છું' એમ વિચારવું અને ઠાવવું કર્તવ્ય છેજી. પરમાર્થે આટલો દેહ ગળાય તો આત્માનું કલ્યાણ થાય. નિઃસ્વાર્થે પોતાનો સ્વછંદ રોકી વર્તવું યોગ્ય છે.
વેદનીય કર્મ–જે જે શાતા-અશાતા આવે તે સમ્યક્ એટલે સમભાવે વેદવાથી બંઘાયેલ કર્મ છૂટે છે. પણ ફરી ન બંઘાય તે ભાવ તો એક આત્મભાવના છે. દ્રષ્ટા આત્મા છે, તે જાણે છે, એમ વિચારી આત્માનંદમાં કાળ વ્યતીત કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org