SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પત્રાવલિ-૧ “નિજ પણ જે ભૂલે નહીં, ફુલે ન બની સિરદાર; તે મૂલ્ય નહિ પામીએ, જે અમૂલ્ય આધાર. ૧ સેવાથી સદ્ગુરુકૃપા, (સ)ગુરૂકૃપાથી જ્ઞાન; જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. ૨ એ સંકલના સિદ્ધિની, કહી સંક્ષેપે સાવ; વિસ્તાર સુવિચારતાં, પ્રગટે પરમ પ્રભાવ.”૩ “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; મૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.” જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવસ્વભાવ; તે જિનવીરે રે ઘર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ.” “ણવિઘ પરખી, મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે રે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે રે.” ૫૫ સનાવદ, સં. ૧૯૭૬ તત્સત્ ‘સહજાન્મસ્વરૂપ” “ચિંતવિયો ઘરિયો રહે, ઔર અચિંતિત હોય; પ્રબલ જોર ભાવી તણો, જાણી શકે નહિ કોય.” ૧ “બંદાકે મન ઓર હૈ, કતકે મન ઓર; ઓધવસે માધવ કહે, જૂઠી મનકી દોડ.” ૨ “પ્રભુપદ મન દ્રઢ રાખીને, કરવો સૌ વ્યવહાર; વિરતિ વિવેક વઘારીને, તરવો આ સંસાર. ૧ જેને સદ્ગુરુપદશું રાગ, તેનાં જાણો પૂર્વિક ભાગ્ય; જેને સદ્ગુરુ સ્વરૂપશું યાર, તેને જાણો અલ્પ સંસાર.” ૨ અનન્ય શરણના આપનાર એવા સદ્ગુરુદેવ ભગવાનને અનન્ય ભક્તિએ ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! શુદ્ધ ચૈતન્યસ્વામી પ્રગટ પુરુષોત્તમને ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! આપ ભાઈઓ પ્રત્યે વિનંતી કે જેમ બને તેમ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, ભજન ભાઈ-બહેન સર્વે ભેગા થઈ કરવાનું રાખશોજી. જન્મ, જરા, મરણ, વ્યાધિ, પીડા, ત્રિવિઘ તાપથી આખો લોક બળ્યા કરે છે. સ્વપ્નવતું સંસાર છેજી, તેમાં કાંઈ સાર છે નહીં. ફક્ત આ જીવ પૂર્વનાં બાંધ્યાં કર્મ ભોગવે છેજ. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy