________________
ઉપદેશામૃત ૫૩
મંડાળા, સં. ૧૯૭૬ ૧. પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં, કરતાં ગુણગ્રામ રે;
સેવક સાઘનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે. મુનિ૭ પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વ એહ સમાય રે. મુનિ ૮
(શ્રેયાંસજિનસ્તવન, દેવચંદ્રજી) ૨. તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ઘરી બહુમાન;
તેહને તેથી જ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન. વિમલ જિન પ તુમ પ્રભુ, તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય; તુમ દરિસણ થકી હું તયજી, શુદ્ધ આલંબન હોય. વિમલ જિન
(વિમલજિનસ્તવન, દેવચંદ્રજી)
૫૪
સાવદ, સં. ૧૯૭૬ સર્વ જીવ વેદની આદિ કર્મ-સંયોગે શાતા-અશાતા ભોગવે છે, અને હર્ષ-શોક કરી કર્મબંઘન પાછાં ઉપાર્જન કરે છે; પણ જે પુરુષો જ્ઞાની છે તે હર્ષ-શોક કરતા નથી, સમભાવે વેચે છે. કારણ કે અનંત કાળચક્રથી આ જીવ ઉદયાથીન સંયોગ વિયોગ આદિ કર્મવિપાક ભોગવતાં કાળ વ્યતીત કરે છે અને પરદ્રવ્યને મારું માની તેમાં પરિણમી, ભ્રાંતિ પામી, મોહાધીન થઈ, મદિરા પીઘાની પેઠે નિજ ભાવ ભૂલી પરભાવમાં મને દુઃખ છે, મને સુખ છે, એ આદિ ઘણી મમતા, અહંકાર, આશા-તૃષ્ણા, ઇચ્છા-વાંચ્છા, સંકલ્પ-વિકલ્પ કરતો, બંઘનયુક્ત થઈ અનાદિકાળથી મુક્ત થયો નથી; તે આ મનુષ્યભવ પામી યથાર્થ સ્વરૂપને પામેલા પુરુષની વાણીથી–વચનામૃતથી સત્ શ્રદ્ધાએ સસ્વરૂપને યથાતથ્ય સમજે તો પરને અન્ય જાણી બંધાયેલો છૂટે છે. તેનો જે દ્રષ્ટા થઈ સમભાવે વેચે છે તે બંધનથી છૂટે છેજી.
અનાદિ કાળથી આ જીવને પુરુષની એટલે સસ્વરૂપની અશાતના-અભક્તિથી પરિભ્રમણ થયું છેજી. નિંદા કરી, દોષ દેખી અનંતાં કર્મ ઉપાર્જન કરે છે, તેને બદલે આ જીવ જો પરદોષ ન દેખે અને ગુણ દેખે તો તેને કર્મબંઘ ન થાય. જીવને માન અને મોટાઈ બે જ પરિભ્રમણ કરાવે છે, તે આત્માર્થી ભાવિક જીવાત્માએ ખ્યાલમાં રાખી પોતાના દોષ જોવા. પર ભણી દ્રષ્ટિ નહીં દેતાં, પોતાના નિજભાવમાં સન્મુખવૃષ્ટિએ વિચારતાં, જોતાં રાગ, દ્વેષ, મોહનો નાશ થાય છે. કારણ કે ‘i નાણરૂ સે સવૅ નાળ' એ મહાવાક્યનો આ જીવે વિચાર કર્યો નથી. એક સમયે બે ક્રિયા થતી નથી. ઉપયોગ એ ઘર્મ છે. તે સધાય તેવી ક્રિયા કર્તવ્ય છે, બીજી બાઘક છે. સમ્યગ્દષ્ટિવંત સર્વ અવળાનું સવળું કરે, એ વિચારવા જેવું છે. “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” એ સપુરુષનાં વચન વિચારવા યોગ્ય છે. સમકિત દ્રષ્ટિને સર્વે સવળું છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org