SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાવલિ-૧ ૩૫ જોઈએ. તે વાત લક્ષમાં રાખી આપણે આપણું કરવું. વિભાવનાં નિમિત્ત સામું ન જોતાં માત્ર એક પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં જ દ્રષ્ટિ રાખી રહેવાની કૃપાળુદેવે ભલામણ કરી છે, એ નિશાન ચૂકશો નહીં. ઉપયોગ એ આત્મા છે, તે ઘર્મ છે; તેમાં દ્રષ્ટિ પ્રેરજો. વધું શું લખવું તે કંઈ સૂઝતું નથી. આ જગતનું બીજું નામ દુનિયા એટલે બે ન્યાય છે : મોટે ભાગે ગાંડી છે અને થોડા જ ભાગે ડાહી છે, એમ બે ન્યાય છે). તેમાં આંગળીને ટેરવે ગણાય તેવા વિરલા થોડા ડાહ્યા છેજી. જે જીવાત્મા પોતાના જ દોષ દેખી પર પ્રત્યે નજર નહીં દેતાં પોતાનું જ કરશે, તેવા જ ભાવમાં ઘણો વિચાર કાળ જાય તેમ વર્તશે તેને આત્મભાવ થશેજી. બીજું જોતાં બીજું થાય છેજી. “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાંહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહી.” (ગઝલ) “ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો બાપુ, અમીમય આંખ-કયારીમાં, અમલ ના રોપશો બાપુ. તમારી જ્યાં દયાવૃષ્ટિ, સદા ત્યાં છે અમીવૃષ્ટિ, બને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસો, બાપુ. અમારા દોષ ન જોશો, દયાળુ દુર્ગણો ઘોશો, અમે તો આપનાં છોરું, સુબુદ્ધિ આપશો બાપુ.” “ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહિયે; દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહિયે. ૧ દરશ તારું શ્રવણ તારું અને તેમાં જ ગુમ થાવું; પરમ પ્રજ્ઞાન ને મુક્તિ, ઘરમ એને અમે કહિયે. ૨ સફર તારી ગલીમાં તે, શહનશાહી અમે કહિયે; રહેવું ચિંત્વને તારા, પરાભક્તિ અમે કહિયે. ૩ તુંમાં છે જે, તું છે જેમાં, પછી શું શોધવું તેને ? ખબર નહિ તે જ ગફલત છે, અગર અજ્ઞાન તે કહિયે. ૪ ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમને ખાતર; સમર્પણ એ અમે કહિયે, પરાભક્તિ જ એ કહિયે. ૫ દિવાનું ઘેલું તુજ પ્રેમી, વદર્પિત પ્રાણ તન મન ઘન; ગુલામી કાયમી તારી, સનમનો રાહ એ કહિયે.”૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy