________________
૩૪
ઉપદેશામૃત પોતાનો અંતરાત્મા. તે અંતરાત્માએ પરમાત્માની ભક્તિ કરવી. “મન હોય ચંગા તો ઘેર બેઠાં ગંગા કહેવત છે તે ભાવતાં “સહજાત્મસ્વરૂપ'નું સ્મરણ કરવું. ઉપરથી મોહ કરે અને વિચાર ન કરે તો અનંતાં કર્મ ઉપાર્જન થાય છે.
મને ઘડી નથી વીસરતા રાજ, સદ્ગુરુ સંકટહર્તા.” “મારી નાડ તમારે હાથે હરિ, સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. (ધ્રુ) પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું;
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે ! મારી. ૧ અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા;
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે ! મારી. ૨ વિશ્વેશ્વર, શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો?
મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે ! મારી ૩ કેશવ હરિ, મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે ?
લાજ તમારી જાશે, ભૂઘર ભાળજો રે ! મારી ૪
સનાવદ, સં. ૧૯૭૬ આ જીવને અનંત કાળ પરિભ્રમણ કરતાં અનેક મનુષ્યભવ લાવ્યા છતાં, સ્વચ્છેદ અને પ્રમાદ એ બે શત્રુનો નાશ કરવા એક પ્રત્યક્ષ પ્રગટ પુરુષની આજ્ઞા જીવ જો ન ઉઠાવે તો તે સર્વ બંધનથી મુક્ત થાય નહીં.
આ કળિકાળમાં સપુરુષ, સત્સંગ મળવો ઘણો દુર્લભ છે. આ જીવાત્માને તેવો જોગ મળે શ્રદ્ધા, રુચિ, પ્રતીત આવ્યે જીવ જો પુરુષાર્થ (સમભાવ) નહીં કરે તો જીવનું પરિભ્રમણ મટવું દુર્લભ થઈ પડશેજી.
ઘર્મ” “ઘર્મ' સર્વ દર્શન પોકારી રહ્યાં છે, પણ આત્મસુખને ઉપાદેય ગણી જે જીવ પુદ્ગલસુખથી ઉપેક્ષિત છે તે રાજમાર્ગને યોગ્ય છે. પણ જે પુદ્ગલસુખના અભિલાષી, અભિનિવેશી, આળસુ, અસુર, દુરાચારી, ક્લેશિત, કુસંસ્કારી, કદાગ્રહી હોય તે રાજમાર્ગથી દૂર જાણવાજી.
જેના હૃદયમાં ગુરુ વસે છે તેને ઘન્ય છેજી. એક આ સંસારમાં જે કરવાનું છે તે બાકી રહી જાય છે ને સંસાર-વ્યવસાય જે સ્વપ્નવત્ માયા છે તેમાં દોડ કરી આ જીવે “મારું” “મારું” કરી મિથ્યાગ્રહ કર્યો છેજ. તે મુમુક્ષુ જીવે જરૂર વિચારવા જેવું છે અને જાગૃત થવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. એક આત્માની જ ચિંતા માટે આટલો ભવ ગાળે તો અનંતા ભવનું ટળવું થાય છેજી. જગતનું બોલવું, ચાલવું કે પ્રવર્તવું તે કાંઈ જોવું નહીંજી. જગત સર્વ કર્માઘાન પ્રવર્તે છે.જી. તેમાં દ્રષ્ટિ નહીં મૂકતાં દ્રષ્ટા થઈ મનન ધ્યાવનથી વૃત્તિ મનને વિષે લાવીને સમભાવ સાથી સમતોલ રાખી રહેવું, તેનું નામ સમાધિ છેજી. તે સમાધિ કરવાની પરમ કૃપાળુદેવની આજ્ઞા છે તે ભૂલવું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org