________________
પત્રાવલિ-૧ પ0
તા. ૬-૧૦-૨૦, સં. ૧૯૭૬ આત્મભાવનાએ જાગૃતિ રાખવી. દેહાદિ સંબંધી, રાગદ્વેષ, વ્યાધિ-ઉપાધિ, સંકલ્પ-વિકલ્પ, પૂર્વ ઉપાર્જિત-સંચિત પ્રારબ્ધ, અધ્યવસાય, જે જે જાણવામાં આવે છે તેનો દ્રષ્ટા, દેહથી ભિન્ન આત્મા અસંગ છે, સર્વથી ભિન્ન છે. બંઘાયેલા સંયોગ છૂટે છેજ. સાક્ષી છે તેને યથાતથ્ય જુદો આત્મા જાણો. સમભાવ, સમાધિ, શાંતિમાં આત્મા છેજ. તે પરભાવ-વિભાવના સંયોગથી જોડાયેલો છે, તેથી મુક્ત થવાનું એટલે મુકાવાનું છે. પોતાનું મૂળ સ્વરૂપ કદી છૂટતું નથી, એમ વિચારી સમભાવ રાખશોજી. બનનાર તે ફરનાર નથી; ફરનાર તે બનનાર નથી.
જ્ઞાની પુરુષો દેહાદિ સંયોગથી માંડી શાતા-અશાતા જે ઉદયમાં આવે તેને જોઈ તેથી જુદા અવિષમ ભાવે, એટલે તે દેખાવ દે છે તેથી ઊલટા, ઉપરી, જોનાર પોતાને જાણી આનંદ-શાંતિમાં સંતોષ માની ધીરજ રાખી પોતાના સ્વરૂપમાં લીન થાય છેજી. જે અનાદિ કાળથી જીવે સુખ માન્યું હતું તે મિથ્યા છે, એમ વિચારી સમભાવે વેદી મૃત્યુ આવ્યું પણ મહોત્સવ જાણે છે. - હવે ફિકર રાખવા જેવું નથી. જે જાય છે તે જવા દેવું; સદા આનંદમાં રહેવુંજી. જોકે એમ જ થતું આવ્યું છે; પણ સમજણમાં ફેર છે. તે સમજણ ફેરવી નાખવી ઘટિત છે. માનવાનું છે તે માન્યું નથી અને નથી માનવાનું તે માન્યું છે, ગણવાનું છે તે નથી ગયું અને નથી ગણવાનું તે ગયું છે; એ ભૂલ. હવે તો આટલો ભવ સર્વથા મારું માન્યું છે તે મૂકી, આત્મા જે સપુરુષે યથાતથ્ય જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે તે જ આત્મા મારો આત્મા છે, તેના અર્થે જ આટલો દેહ ગાળવો. એને શોધ્યે, એ જ માન્ય, એ જ વેપારે, એ જ શ્રધ્ધ, એ જ રુચિ કર્યો આત્મકલ્યાણ છે, એમ સમજી એ ભાવના–પુરુષાર્થભાવના–એ વર્તવું તે આત્મકલ્યાણ છે'. તેના માટે ઉદયમાં આવી જે જે જાય છે તે જોયા કરવું.
સર્વને આત્મહિત થાય, આત્મભાવના થાય તેમ આપણે સ્વપરહિત કર્તવ્ય છેજી. પરમાર્થે દેહ ગાળવો, આત્માર્થે; બાકી બીજી ઇચ્છાએ નહીં એમ વિચારીને શાંતિમાં રહેશોજી. આ સર્વને ભલામણ છેજી.
વેદની આબે, વિશેષ વિશેષ સન્દુરુષોનાં વચનામૃત વિચારવાં, યાદ લાવવાં, દેહનું ભિન્નપણું સ્મૃતિમાં લાવવું યોગ્ય છેજ. સમષ્ટિવાન જીવાત્મા અશાતા વેદની આબે વિશેષ જાગૃતિમાં રહે છે; તેમ કરવું યોગ્ય છે. તે પ્રત્યે હરખશોક નહીં કરતાં, બાંધ્યાં કર્મ જવાથી ફરીથી ન બંઘાય તેવા ભાવે આત્મા આત્મદ્રષ્ટિએ ઉપયોગ-ભાવમાં સ્થિરતા ઘારણ કરે છેજી. અકંપ, અડોલ, શાશ્વત, જ્ઞાન-દર્શન-ચારિત્રમય ઘર્મ, વિચારી પોતીકો નિજભાવ કદી છૂટ્યો નથી, એ જ ભાવનાએ વર્તે છે.
“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે !”
૫૧ સનાવદ, તા.૨૦-૧૦-૨૦, બુધ, સં. ૧૯૭૬ ફક્ત ભાવના કરવી; અને સ્મરણ કર્તવ્ય છે. સપુરુષની અશાતના થાય તો દોષ લાગે છે. આત્મભાવથી આત્માનું કલ્યાણ છે. તે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org