________________
ઉપદેશામૃત
સ્વરૂપસમાધિનો અનુભવલાભ વિચારી, વિચારમાં આવી, પુદ્ગલાનંદીપણાથી અનાદિ કાળથી થતી ભૂલ તે ભ્રમ છે એમ સત્તમાગમે સમજી, આત્માનંદનું ઓળખાણ થવા, વિશ્રાંતિ પામવા— જરા બોધનો જોગ મેળવી આવો ચિંતામણિ જેવો મનુષ્યભવ સફલ કરવા યોગ્ય છેજી.
૩૦
“માં બાળરૂ સે સવ્વ નાળ' તે બહુ જ વિચારે પમાય છેજી. બીજાં અનંત સાધન અનંત વાર કર્યાં પણ મોક્ષ થયો નથી, એમ સર્વ જ્ઞાનીપુરુષોનું કહેવું છે, તે અમોને તો યથાતથ્ય સમજાયું છેજી. આપને પણ તે સમજ્યું છૂટકો છેજી; જેથી રાગદ્વેષ, ક્રોધ, મોહ આદિથી સહેજે મુકાવું થાય છે. જપતપાદિ સર્વ સાધન કરી ચૂક્યો છે અને અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે, તે પણ વિચારવા જેવું છેજી. શું આ વાત લક્ષમાં ન લેવી ? આમ ગફલતમાં જવા દેવું ? લખવું તો હતું પણ અવસર મલ્યો નહીં.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૬ સનાવદ, અધિક શ્રાવણ વદ ૩, બુધ, ૧૯૭૬
‘ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમવૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા.’'
આ સંસાર તાલપુટ વિષ જેવો છે; ઝેર, ઝેર ને ઝેર. વાની મારી કોયલ જેવો મનુષ્ય ભવ છે. અનંતા ભવ પરિભ્રમણ તો થયું; પણ આ દેહ એક આત્મા અર્થે જીવ ગાળે તો અનંતા ભવનું સાટું વળી રહે, એવી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની શિક્ષા છે. તે ખાસ કરી આરાધવા જેવી છે. અનંતા જન્મ-મરણ કરી ચૂક્યો. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચાર કરવા જેવું છેજી.
પક્ષપાતરહિત પ્રત્યક્ષ શ્રીમદ્ સદ્ગુરુનાં વચનામૃત આપણે વિચારી, શ્રદ્ધા, રુચિ સહિત અંતરવૃત્તિ-પ્રધાન થઈ જે પુરુષાર્થ કર્તવ્ય છે તેનું સ્વરૂપ સત્સંગ-સત્સમાગમે યથાતથ્ય સમજવા યોગ્ય છે. તેમાં પ્રમાદ અને સ્વચ્છંદ શત્રુ સમજવા યોગ્ય છે.
બાકી જગતમાં બીજા પ્રાણીમાત્ર મિત્ર છે. જો કોઈ દુઃખ દે છે તો તેટલું દેવું છૂટે છેજી. અશાતાદિ વેદની કર્મનો ઉદય પણ ઋણથી મુક્ત થવાનું કારણ સમ્યદૃષ્ટિવાનને થાય છેજી. મૃત્યુ થાય છે તે પણ મહોત્સવ ગણી, જગતવાસી જીવોથી ઉપદ્રવ થતાં સમ્યદૃષ્ટિ અવળાનું સવળું કરી, આત્માનંદ યથાતથ્ય સમજી, આત્માનંદી થયા છે, થાય છે ને થશે.
અહોહો ! માર્ગ કેવો સુલભ છે, સરલ છે, સુગમ છે, સ્વાભાવિક છે ? તે પોતાને કાંટે તોળી કેવી ભૂલ ખાય છે તે જીવથી સમજાતું નથી. આ જીવ બફમમાં ને બફમમાં રહી, ઘર્મને નિમિત્તે જાત્રા-તીર્થોમાં દ્રવ્ય ખર્ચે છે, પણ જ્યાં આત્મા પોષાય તેવા નિમિત્તે જીવ કલ્પનાથી સંકુચિત વૃત્તિવાળો થાય છેત્યાં વૃત્તિ છેતરે છે, તે સમજાતું નથી. આ જીવને એક કરવાનું છે તે ન બન્યું તો પછી શું કહેવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org