________________
પત્રાવલિ-૧
૩૧ આ વચન સહજ ભાવે, નિઃસ્પૃહપણે, નિઃસ્વાર્થપણે, આત્મવૃત્તિથી, એક આત્માર્થ વિચારી, તપાસી જણાવ્યાં છે; તે આપને વિદિત થાય.
૪૭ સનાવદ,અધિક શ્રાવણ સુદ ૧૦,મંગળ, ૧૯૭૬ આ સ્વપ્નવત્ સંસારમાં જગત નાશવંત સમજી કોઈ ઇચ્છા નહીં રાખતાં એક આત્મા અર્થે દેહને ગાળવો. આત્મભાવની ઇચ્છા રાખી, પૂર્વ પ્રારબ્ધ-શુભ-અશુભ, શાતા–અશાતા–વેદતાં સમભાવે ક્ષમાસહિત ખમીખૂદવું. અને સર્વ જીવ પ્રત્યે સમભાવ-ધીરજ રાખી કોઈ કેમ કહે, કોઈ કેમ કહે તે સામું નહીં જોતાં, જે જે કામ કરવું થાય તે સમભાવથી સર્વને સમજાવીને લેવું. આ જગત પ્રકૃતિ-આધીન છે; રાગ, દ્વેષ અને અજ્ઞાનથી બંઘ જ બાંધે છે. પણ આત્માના હિત માટે આપણે તેવા થવું નહીં. વિનય વશીકરણથી દેવગતિ થાય છે. માટે પરમારથ એટલે આત્મા અર્થે કરું, પણ મારે મારું કરવું છે એમ નહીં, ‘હું' – “મારું” કરવું જ નહીં. આટલી વાત માન્ય રાખશો તો સંગનું ફળ મળશેજી; વળી યથા અવસરે સર્વ સારું થશેજી.
४८
સાવદ, તા. ૩-૯-૨૦ ઉતાવળ એટલી સાંસત. ઘીરજ કર્તવ્ય છેજી. જે કરવાનું છે તે યથાતથ્ય સમયે કલ્યાણ છે એમ સમજાયું છેજી. તે સત્સંગ, સદ્ગોઘથી સમજાય છે). તેવી ભાવનાએ વૃત્તિ રાખી વર્તવું યોગ્ય છેજી. જીવને પ્રથમ “સરઘા' (શ્રદ્ધા) સગુરુ-ઘર્મની સરઘા, સમજી તેની આજ્ઞાએ વર્તવા યોગ્ય છેજી. આણાએ ઘર્મ, આણાએ તપ, એમ છેજી. જીવના સ્વચ્છેદ અને પ્રમાદ ખાસ કરીને વેરી, શત્રુ છે. તેથી જીવ ભૂલ ખાય છેજી. પોતાની મતિકલ્પનાએ, પોતાને કાંટે, કાટલે તોલે છેજી. પણ તે મિથ્યા છે તે સમજાયું નથી.
કોઈ શત્રુ માથું વાઢી નાખે અથવા દુઃખ દે તો ત્યાં કર્મઋણથી છુટાય છે. મૃત્યુ આવે તો પણ મહોત્સવ ! સમ્યવૃષ્ટિવાન અવળાનું સવળું કરી આત્માનંદમાં મગ્ન થાય છેજ. પુદ્ગલાનંદી જીવ અવળું સમજે છેજી. સમજવાનું એ જ છે કે બંધાયેલો છૂટે છેજી–પોતાને ગભરામણ થાય એ જ ભય છે'. તે ભયથી મુક્ત થવાય છે. | કળિયુગ, કળિકાળ ! તાલપુટ વિષ, વિષ ને વિષ આ સંસાર છે'. તેમાં ચિંતામણિ સમાન મનુષ્યભવ, અનંતા જન્મમરણ કરતાં આ ભવ મળ્યો છે. તેમાં સદ્ગુરુની ઓળખાણ થયે, તેની આજ્ઞા આરાધ્ય મુક્ત થવાય છે. જીવ બધુંય કરી ચૂક્યો છેજ. શું નથી કર્યું તે વિચારો.
“પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ; જિનવર પૂજો. સાધ્ય દ્રષ્ટિ સાધકપણે રે, વંદે ઘન્ય નર તેહ. જિનવર પૂજો. એક વાર પ્રભુવંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજો. કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો. જન્મ કૃતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ; જિનવર પૂજો. જગતુશરણ જિનચરણને રે, વંદે ઘરીય ઉલ્લાસ. જિનવર પૂજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org