________________
પત્રાવલિ-૧
૨૯ ૪૫ સનાવદ, અધિક શ્રાવણ સુદ ૧૪, ૧૯૭૬ સત્સમાગમે સત્પર્વમાં મહોત્સવમાં ઘર્મવૃદ્ધિ વર્ધમાન, નિમિત્ત બની આવ્યાથી, થાય છેજી, સ્વામી-વત્સલતા આદિ મહિમાથી ઘણા જીવાત્માને શ્રદ્ધા સમ્યકત્વનો લાભ મળે તેવાં નિમિત્ત કારણ કરનાર કરાવનાર અને અનુમોદનારને મોટું પુણ્યાનુબંધી પુણ્ય થઈ મુક્તિ થાય છેજ. પુષ્ટ અવલંબનથી શ્રદ્ધાન સમ્યકત્વ પોષાય છેજી વિશેષ સમાગમે સમજાશેજી. પત્રથી લખાય તેમ નથી. “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.” તે સમજણ અંતરમાં બોઘથી થાય છે, તે સત્ય છેજી.
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु, वेरं मझं न केणइ ।।
વીતરાગતા સૅચક આ, વીતરાગ મહા પર્વ; વીતરાગતા કારણે, આરાઘો નિર્ગર્વ. ક્ષમાશુર અર્હત્ પ્રભુ, ક્ષમા આદિ અવઘાર;
ક્ષમાધર્મ આરાઘવા, ક્ષમા કરો સુખકાર. ચિત્તને ચેન નહીં હોવાથી તથા શરીરપ્રકૃતિ નરમ હોવાથી પત્રથી જણાવવું થયું નથી તેમ બીજા કોઈ મુમુક્ષુ ભાઈના પત્ર આવ્યા તેનો પણ ઉત્તર લખાયો નથી, માટે આ પત્રથી જેમ આત્મહિત થાય તેમ વાંચી વિચારી લક્ષમાં લેશોજી.
“ઘર્મરંગ જીરણ નહીં, સાહેલડિયાં, દેહ તે જીરણ થાય રે, ગુણવેલડિયાં. સોનું તે વિણસે નહીં, સાહેલડિયાં, ઘાટ ઘડામણ જાય રે, ગુણવેલડિયાં. તાંબુ જે રસવેદિયું, સાહેલડિયાં; તે હોય જાચું હેમ રે. ગુણવેલડિયાં. ફરી તાંબું તે નવિ હુએ, સાહેલડિયાં, એહવો જગગુરૂએમ રે. ગુણવેલડિયાં.” “પ્રગટે અધ્યાતમદશા રે લોલ,
વ્યક્ત ગુણી ગુણગ્રામ રે હાલેસર. આત્મસિદ્ધિ કારજ ભણી રે લોલ,
સહજ નિયામક હેતુ રે વ્હાલેસર. નામાદિક જિનરાજનાં રે લોલ,
ભવસાગર માંહે સેતુ રે વ્હાલેસર.” ખોટું ખાતું, સ્વપ્નવત્ સંસાર, કળિકાળ, દુષમ-દુષમ, ઝેર, ઝેર ને ઝેર; તેમાં મહા પુણ્યવંત જીવાત્માએ તો પોતપોતીકું કરવા–આત્માથી આત્મા ઓળખી, સમભાવ ભાવનાનો તથા નિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org