________________
૨
ઉપદેશામૃત આવતો નથી. પરભાવની ચિંતવના, કલ્પના રાખી જીવ ભ્રમણામાં પડી કર્મ-બંધ કરે છે. વૃથા થોથાં ખાંડ્યા જેવું છે; જેટલો જેટલો સંજોગ મળવાનો છે તે મળી આખરે મુકાવાનો છે; પોતાનો થયો નથી, છતાં કલ્પના કરી જીવ ભૂલે છે; એમ વિચારી મન અથવા વૃત્તિ પરભાવમાં જતી રોકી વારંવાર સ્મૃતિમાં, આત્મ-ઉપયોગમાં લાવવા યોગ્ય છેજી. સર્વવ્યાપક સ–
ચિઆનંદ એવો હું એક છું. એમ વિચારવું ધ્યાવવું; સહજાત્મ-સ્વરૂપ વચનથી ઉચ્ચારવું-બોલવું, મનથી વિચારવું. ઉપર પ્રમાણે ધ્યાનમાં રાખી, લક્ષ રાખવા યોગ્ય છેજીસહજાત્મસ્વરૂપ. બંઘાયેલાને છોડાવવો છેજ. જૂનું મૂક્યા વગર છૂટકો નથી; જે દી તે દી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગ-વૈરાગ્ય લાવી, સુખદુ:ખમાં સમભાવ રાખી શાંતિ ચિત્તમાં વિચારી સમાધિભાવ થાય તેમ કર્તવ્ય છેજી. સર્વ ભૂલી જવું. આત્મા છે. માટે એક આત્મ-ઉપયોગમાં અહોરાત્રિ આવવું. જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે, ત્યાં કર્મો આવે છે તે જવાની શરતે; બંઘાયેલો છૂટે છે, તેમાં હર્ષશોક કરવા જેવું છે નહીંછ
શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. ઉપરનાં વચનો વિચારી લક્ષમાં રાખવા યોગ્ય છેજી.
માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.”
૪૪નાવદ, અધિક શ્રાવણ સુદ ૧૩, શુક્ર, ૧૯૭૬ વૃદ્ધાવસ્થાને લઈ શરીર ક્ષીણ થતું જાય છે. શુભાશુભ શાતા-અશાતા વેદનીયકર્મના ઉદયે આત્મામાં સમભાવ રાખી વીતરાગ ભાવનાએ વર્તવું, એવી આજ્ઞા શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની છે, તે યથાશક્તિ આરાઘવા યોગ્ય છે.જી. તે વિચારે શાંતિ વર્તે છે જી.
આપના પત્રથી ગોરજી લાઘાભાઈનો દેહોત્સર્ગ થયો જાણી ખેદજનક વિચારી આત્મહિત થાય તેમ કર્તવ્ય છેજી. કળિકાળ હાલમાં વર્તે છેજી. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે છતાં જીવ કયા કાળને ભજે છે, તે વિચારી આત્મકલ્યાણ થાય તે કાળ ભજવો યોગ્ય છે. અનાદિથી પરભાવ પ્રમાદ સ્વચ્છંદમાં કાળ ગુમાવ્યો છે તે વિચારીએ તેમ નહીં થવા દેવા સત્સંગ-સમાગમમાં કાળ જાય તેવી વૃત્તિ રાખવી યોગ્ય છે.
વળી આપની વૃત્તિ સત્સમાગમ દર્શનાર્થે છે તે કર્તવ્ય છેજી, શાથી જે સંસાર વ્યવસાયનાં કામ કોઈનાં પૂર્ણ થયાં નથી. પરમ કૃપાળુદેવે કહ્યું છે : “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.” તે વિચારી આપણે તો આત્મહિત થાય તેમ કરવું. - અમે તો ત્રણે પર્યુષણ પર્વ કર્તવ્ય સમજીએ છીએ; કારણ આપણા શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની સમભાવ, વીતરાગતા ઉપાસવાની શિક્ષા શિરે ઘારણ કરી, મતાંતરથી ઉત્પન્ન થતાં પર્યુષણ પર્વના દિવસો ભલે પૃથક્ પૃથક ગણાય પણ આપણે તો અહોનિશ શ્વાસોશ્વાસે વીતરાગતા, વીતરાગભાવના અભ્યાસવા-ઉપાસવાની છે, તેના નિમિત્તભૂત તે પર્વ યથાશક્તિ આરાઘવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org