________________
પત્રાવલિ-૧
૨૭ કાંઈ ગોઠતું નથી. તેવું સ્થાન, યોગ્યતાવાળા જીવાત્મા ક્યાં છે કે તે સ્થાને શાંતિ લઈએ? કળિકાળ એવો આવ્યો છે કે એક ઉદાસીનતા વિના બીજો કોઈ ઉપાય નથી. પત્ર લખવો ગમતો નથી, પણ તમારી ચિત્તશાંતિ માટે આ જણાવવું થયું છે, તે પરાણે પરાણે પૂરો કર્યો છે–વિસામા ખાતાં ખાતાં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પૂર્વિક સંસ્કારથી સંજોગ મળ્યા છેજી. જીવને પ્રમાદ કર્તવ્ય નથીજી. સત્સંગ, સત્સમાગમ સહેજે બને, તે વિચાર રાખવા ધ્યાનમાં રાખશો; તેમાં વિશેષ લાભ છેજી.
હે પ્રભુ ! દેવચંદ્ર ચોવીસી મળે અગિયારમા શ્રી શ્રેયાંસ પ્રભુજીનું સ્તવન વાંચી, વિચારી ધ્યાનમાં લેશોજી. જીવ જાણીને આડું આડું બોલે તેને શું કહેવું ? જીવે સામાન્યપણું કરી નાખ્યું છેજ. વિચારતો નથી. તેવા જીવાત્મા જે જે સન્માર્ગ સન્મુખ હોય તેને તો વિયોગમાં કલ્યાણ છે. સમાગમ કરતાં વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે; તે અમે પણ સદ્ગુરુ સમીપે સાંભળ્યું છે. તેમ જ અલૌકિક રીતે માર્ગ છે, તે લૌકિકમાં સામાન્યમાં જવા દેવા જેવું નથી. ગભરાવું કર્તવ્ય નથી.
ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, યોગક્રિયા નવિ પેસે રે, યોગમણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વીર
શૂરપણે આતમ ઉપયોગી, થાય તેણે અયોગી રે. વીર ઘીરજથી સર્વ જીવાત્માને ભક્તિમાં જોડવા. સત્સમાગમ કરવો. ધ્યાનમાં, વિચારમાં લક્ષ રાખવો. “વચનથી ઉચ્ચાર, મનથી વિચાર.”
થોડો થોડો લખી પત્ર આજે પૂર્ણ કરી લખ્યો છેજ. પત્રમાં શું લખાય ? યથા અવસરે સમાગમે વિચાર કર્યો સમજાશેજી.
૪૩. - સનાવદ, અષાડ સુદ ૧૦, ૧૯૭૬ પ્રમાદ છોડી જેમ બને તેમ જે કાંઈ મુખપાઠ કે ભણવાનું થાય તે કર્તવ્ય છે). અથવા નિવૃત્તિ મેળવી ભક્તિભજન કર્તવ્ય છે'. આળસ વૈરી છેજી. સંસારસમુદ્ર ઇન્દ્રજાળ જેવો, સ્વપ્નવત્ નાશવંત છે. કાળચક્ર માથે ફર્યા કરે છે, લીઘો કે લેશે તેમ થઈ રહ્યું છે. ત્યાં આ
ક્લેશિત જીવાત્માને એક ઘર્મ શરણ છે, છતાં આ જીવ કયા યોગ, કાળને ભજે છે તે વિચારી આત્માની દયા ખાવાનો અવસર આ મનુષ્યભવ ગણી, પુરુષાર્થ કર્તવ્ય છેજી. કોઈ કોઈનું છે નહીં, છતાં જીવ પરભાવમાં રાચીમારી રહ્યો છે. “હું” અને “મારું', દેહાદિથી માંડી બઘામાં મારું મારું કરી રહ્યો છે પણ જે પોતાનું છે તે જીવે અનાદિ કાળથી જાણ્યું નથી એમ જાણી, સમજ્યો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણી, એક આત્મહિત, કલ્યાણ થાય તે કર્તવ્ય છે, તેની જીવે અવશ્ય કાળજી રાખવા યોગ્ય છેજી. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી, માટે ચેતવા જેવું છે. સહજાત્મસ્વરૂપનું સ્મરણ, ધ્યાન, વિચાર કર્તવ્ય છેજી. જે સમય, કાળ જાય છે તે પાછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org