________________
ઉપદેશામૃત
૪૨
સનાવદ, સં. ૧૯૭૬, તા. ૨૬-૭-૨૦ ગુરુભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છેજી, તે કર્તવ્ય છેજી. હે પ્રભુ ! આપને એક ભલામણ છે તે પ્રથમ પણ કહેલ તે હવે પણ ધ્યાનમાં લેશોજી. હે પ્રભુ ! અમે તો આ યથાતથ્ય સદ્ગુરુના ભક્તના દાસના દાસ છીએ અને તે સદ્ગુરુ યથાતથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર છેજી. હે પ્રભુ ! આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દીન શિષ્ય છેજી. તો હવે તે સ્વરૂપ યથાતથ્ય ક્યાં છે તે વિચારી ભક્તિ કર્તવ્ય છેજી.
૨૬
ઐસી કહાઁસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિ, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાઁસે લાઈ ? આપ આપ એ શોધસેં, આપ આપ મિલ જાય.’’
(ગુરુગમ)
બીજું, મહાત્મા દેવચંદ્રજીની ચોવીસીનાં સ્તવન છે, તેમાંના ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા તથા આઠમાં સ્તવનને વાંચી, વિચારી ઘ્યાનમાં લેશોજી. તેમજ પરમ પ્રગટ પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ મધ્યે જે જે પત્રો છે તે વાંચવામાં, ‘ઉતાવળ તેટલી ‘સાંસત,' ‘કચાશ તેટલી ખટાશ' ગણી, ધીરજ કર્તવ્ય છેજી. સમતા, સમાધિમાં રહોજી. સમભાવ, ક્ષમા ઘારણ કરવી. ‘ઉતાવળે આંબા પાકે નહીં.’ એ કહેવત છે. હે પ્રભુ ! આપ સમજુ છો, શું લખું તે કાંઈ સૂઝતું નથી.
યોગ્યતાની જરૂર છે. કોને કહીએ ? સન્મુખદૃષ્ટિવાન જીવોનું કલ્યાણ અવશ્ય થશેજી. તેવું જીવન પર્યંત રહેવું જોઈએ છે. એમ, આત્મા ખાસ ચિત્ર જેવો કરી મૂકી, જે જીવાત્માએ ભાવના ભાવી હશે તેને આત્મતિ અવશ્ય થશેજી; તે પોતપોતાને વિચારી જોવાનું છેજી. ‘જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.’’
બીજું, હે પ્રભુ ! ઉદય આવે તે, જીવાત્માએ સમભાવે વેદવું, તેવા પત્રો પરમકૃપાળુદેવની અમૃતવાણીથી પ્રકાશિત છે, તે વાંચી-વિચારી ધ્યાનમાં લેશોજી. તે આપને વાંચવા વિચારવા નીચે મુજબ ટાંચણ કરું છુંજી. પત્ર ૧૨૫, ૪૧૪, ૪૮૭, ૪૯૪ એ આદિથી ધ્યાનસમાધિ થાય તેવું છેજી. સત્સંગનો અંતરાય હોય ત્યારે તે આધારભૂત સત્પુરુષની વાણી વાંચવી; તેમાં કાળ વ્યતીત કરવો, બને તો બધાએ મળી ભક્તિભાવ કરી પત્ર ૨૨૬ આદિ વાંચી સત્પુરુષનાં વચન ધ્યાનમાં લેવાં. જીવને વીલો મૂકવો નહીં, નહીં તો આર્તધ્યાનાદિથી સત્યાનાશ વાળી મૂકશે. વૃત્તિને જેમ બને તેમ વાંચવા અથવા વિચારવામાં રોકી કાળ ગાળવાનું કર્તવ્ય છેજી.
‘ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષોનો યોગ અથવા સમાગમ આધારભૂત છે; એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે.'' પણ અંતરાય ઉદય વર્તતો હોય ત્યારે તો જેમ બને તેમ સમભાવ રાખ્યે, કાળ પરિપક્વ થયે જીવ અવશ્ય સમાધિને પામશે એમ વિચારી, પ્રમાદ છોડી પુરુષાર્થ કર્તવ્ય છેજી.
૧. ઘીમું પડવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org